________________
૨૦૨ |
શ્રી વિપાક સૂત્ર
પ્રાણીઓમાં રહેલી વિવિધતા અને વિચિત્રતાનો અનુભવ ઘણો ઊંડાણપૂર્વક કર્યો પરંતુ તેઓએ તેના મૂળનું સંશોધન અંદર ન કરતાં બાહ્ય જગતમાં કર્યું. કોઈએ કલ્પના ગગનમાં વિહરણ કરતાં કહ્યું કે સૃષ્ટિની ઉત્પત્તિનું કારણ એક ભૌતિક તત્ત્વ છે, તો બીજા ઋષિએ અનેક ભૌતિક તત્ત્વોને સૃષ્ટિની ઉત્પત્તિનું કારણ માન્યું. ત્રીજા ઋષિએ પ્રજાપતિ બ્રહ્માને જ સૃષ્ટિની ઉત્પત્તિનું કારણ માન્યું. આ પ્રમાણે વૈદિકયુગનું સંપૂર્ણ તત્ત્વ ચિંતન દેવ અને યજ્ઞની પરિધિમાં જ વિકાસ પામ્યું. પહેલાં વિવિધ દેવોની કલ્પના કરવામાં આવી અને ત્યાર પછી એક દેવનું મહત્ત્વ સ્થાપિત કર્યું. જીવનમાં સુખ અને વૈભવની પ્રાપ્તિ થાય, શત્રુને પરાજિત કરી શકાય તે માટે દેવોને પ્રાર્થના કરવામાં આવી અને સજીવ અને નિર્જીવ પદાર્થોની આહૂતિઓ આપવામાં આવી. યજ્ઞ ક્રિયાઓનો ધર્મ વિકાસ થયો. આ પ્રમાણે આ વિચારધારા સંહિતાકાળથી લઈને બ્રાહ્મણકાળ સુધી ક્રમશઃ વિકસિત થઈ.
આરણ્યક અને ઉપનિષદ યુગમાં દેવવાદ અને યજ્ઞવાદનું મહત્ત્વ ઘટવા લાગ્યું અને એવો નવો વિચાર સામે આવ્યો જેનો સંહિતાકાળ અને બ્રાહ્મણકાળમાં અભાવ હતો. ઉપનિષદોથી પહેલાંના વૈદિક સાહિત્યમાં કર્મવિષયક ચિંતનનો અભાવ છે પરંતુ આરણ્યક અને ઉપનિષદકાળમાં "અષ્ટ" રૂપે કર્મનું વર્ણન મળે છે. એ વાત સત્ય છે કે કર્મને વિશ્વની વિચિત્રતાનું કારણ માનવામાં ઉપનિષદોનો પણ એકમત નથી.
શ્વેતાતર ઉપનિષદના પ્રારંભમાં કાળ, સ્વભાવ, નિયતિ, યદચ્છા, ભૂત અને પુરુષને જ વિશ્વની વિચિત્રતાનું કારણ માનેલ છે, કર્મને નહીં.
કોઈ વિદ્વાન એમ માને છે કે વેદોમાં (સંહિતાગ્રંથોમાં) કર્મવાદ અથવા કર્મ ગતિ આદિ શબ્દ ભલે ન હોય પરંતુ તેમાં કર્મવાદનો ઉલ્લેખ અવશ્ય કર્યો છે. ઋગ્યેદસંહિતાના નીચેના મંત્ર આ વાતનું જ્વલંત પ્રમાણ છે– સુમતિઃ (શુભ કર્મોના રક્ષક), fપયતઃ (સત્ય કર્મોના રક્ષક) વિવર્ષfખ : અને વિશ્વવર્ષfr: (શુભ અને અશુભ કર્મોના દષ્ટા), વિશ્વસ્થ ર્મનો ધર્તા (બધાં કર્મોનો આધાર) આદિ પદ દેવોનાં વિશેષણોના રૂપે યોજેલ છે. કેટલાક મંત્રોથી સ્પષ્ટ રૂપે એમ કહેવામાં આવ્યું છે કે શુભ કાર્ય કરવાથી દેવલોક પ્રાપ્ત થાય છે. કર્મો પ્રમાણે જ જીવ સંસારમાં અનેકવાર જન્મ-મરણ કરે છે. વામદેવે અનેક પૂર્વભવોનું વર્ણન કરેલ છે. પૂર્વજન્મનાં દુષ્કૃત્યોથી જ લોકો પાપપ્રવૃત્તિ કરે છે વગેરે ઉલ્લેખ વેદોના મંત્રોમાં છે. પૂર્વજન્મના પાપકર્મોથી મુક્ત થવા માટે જ માનવ દેવોને પ્રાર્થના કરે છે. વેદમંત્રોમાં સંગ્રહિત બીજાં પ્રારબ્ધ કર્મોનું પણ વર્ણન છે; સાથે જ દેવયાન અને પિતૃયાનનું વર્ણન કરતાં કહ્યું છે કે શ્રેષ્ઠ કર્મ કરનારા દેવયાનથી બ્રહ્મલોકમાં જાય છે અને સામાન્ય કર્મ કરનારા પિતૃયાનથી ચંદ્રલોકમાં જાય છે. ઋગ્વદમાં પૂર્વજન્મમાં કરેલ નિષ્કૃષ્ટ કર્મોને ભોગવવા માટે જીવ કેવી રીતે વૃક્ષ, લતા આદિ સ્થાવર શરીરોમાં પ્રવિષ્ટ થાય છે તેનું વર્ણન છે." મા વો મુનમાન્ય વાતનેનો " "ના વા પનો અન્યd ગુનેમ " આદિ મંત્રોથી એ પણ જણાય છે કે એક જીવ બીજા જીવ દ્વારા કરેલાં કર્મોને પણ ભોગવી શકે છે અને તેનાથી બચવા માટે સાધકે આ મંત્રોમાં પ્રાર્થના કરી છે. મુખ્ય રીતે તો જે જીવ કર્મ કરે છે તે જ તેનાં ફળને ભોગવે છે પરંતુ વિશિષ્ટ શક્તિના અભાવે એક જીવના કર્મનું ફળ બીજા પણ ભોગવી શકે છે.