________________
| પરિશેષ
પરિશેષ
,
૧૮૭
(૩) સુપાત્ર દાન દેવાથી સમ્યકત્વની પ્રાપ્તિ અને સંસાર પરિત થાય છે. મનુષ્ય આયુનો બંધ અન્ય કોઈ ક્ષણે સમકિતના અભાવમાં થાય છે કારણ કે સંસાર પરિત્તિકરણ સમ્યકત્વ પ્રાપ્તિ પછી થાય છે અને સમ્યકત્વની હાજરીમાં મનુષ્યનું આયુષ્ય બંધાતું નથી, તેથી સુબાહુકુમારનો આયુબંધ અન્ય ક્ષણે એટલે દાન દીધાં પહેલા કે પછી થયો હોય એમ સમજવું જોઈએ. સમકિતની જઘન્ય સ્થિતિ અંતર્મુહૂર્તની પણ હોય છે. તેથી સ્વાભાવિક રીતે પણ અલ્પ સમય માટે સમકિત આવીને ચાલી પણ જાય છે. પરંતુ મનુષ્ય મનુષ્યનું આયુષ્ય સમકિત અવસ્થામાં બાંધતો નથી, એ શાસ્ત્રનો ધ્રુવ નિયમ છે. ભિગવતી સૂત્ર શ.૩૦] (૪) ઘરમાં મુનિરાજ ગોચરીએ પધારે ત્યારે વિધિપૂર્વક શુદ્ધ નિર્દોષ આહાર વહોરાવવો જોઈએ. (૫) ગોચરી અર્થે પધારતાં, રસ્તામાં કે ગોચરીના સમયે મુનિવરને દૂરથી જ કેવળ વિનય વ્યવહાર કરવાનો હોય છે અર્થાત્ હાથ જોડી મસ્તક નમાવી 'મત્યેણં વંદામિ' કહેવું. પરંતુ તિખુતોના પાઠથી ત્રણવખત ઊઠ બેસ કરી વંદન કરી ચરણ સ્પર્શ કરવા માટે મુનિને અટકાવતાં અવિનય અને આશતનાના દોષ લાગે છે. (૬) મુનિરાજને જોતાં દૂરથી જ અભિવાદન કરવું, આસન છોડવું, પગરખા કાઢવા, એ વિનય વ્યવહાર છે. નજીક આવતાં ઉત્તરાસન મુખે રાખવું. (૭) સુપાત્ર દાન દેતાં સૈકાલિક હર્ષ થવો જોઈએ. દાન દેવાનો અવસર પ્રાપ્ત થતાં, દાન દેતાં અને દાન દીધા પછી આમ ત્રણે વખત ઉત્કૃષ્ટ ભાવ રહેવા જોઈએ. (૮) સુપાત્રદાનની ત્રણ શુદ્ધિ– દાતાનો ભાવ શુદ્ધ હોય, લેનાર મુનિરાજ સમ્યક્ જ્ઞાન, દર્શન, ચારિત્રયુક્ત હોય અને દાન અચિત તેમજ એષણીય હોય, આ ત્રણ પ્રકારની શુદ્ધિપૂર્વકના આહારદાનનું અલૌકિક ફળ હોય છે. (૯) આહારદાનમાં ત્રણ પ્રકારે શુદ્ધિ હોય અને દીર્ઘ તપશ્ચર્યાનું પારણું હોય તો દેવો ખુશ થઈ પાંચ દિવ્ય પ્રગટ કરે છે. પાંચ વર્ણના પુષ્પોની વૃષ્ટિમાં દેવકૃત અચિત પુષ્પ સમજવા.
>
છે વિપાકસૂત્ર સંપૂર્ણ