________________
૧૮૬]
શ્રી વિપાક સૂત્ર
પરિશેષ
Iછ
સૂત્ર અધ્યયન વિધિ :| १ विवागसुयस्स दो सुयक्खंधा दुहविवागो सुहविवागो य । तत्थ दुहविवागे दस अज्झयणा एक्कसरगा दससु चेव दिवसेसु उद्दिसिजति । एवं सुहविवागे वि दस अज्झयणा दससु चेव दिवसेसु उद्दिसिजति । तओ दो सुयक्खंधा दोसु
चेव दिवसेसु समुद्दिसिज्जति । तओ अणुण्णवणा अणुण्णविज्जइ दोसु चेव વિવસેલું .
|| વિવા1 સુર્ય સમત્ત II ભાવાર્થ :- વિપાક સૂત્રના બે શ્રુતસ્કંધ છે– દુઃખવિપાક અને સુખવિપાક. તેમાં દુઃખવિપાકના દસ અધ્યયન દસ દિવસોમાં ભણાવવામાં આવે છે. તેમજ સુખવિપાકના દસ અધ્યયન પણ દસ દિવસોમાં ભણાવવામાં આવે છે. ત્યાર પછી બંને શ્રુતસ્કંધનો બે દિવસમાં સમુદેશ(પુનરાવર્તન-સ્થિરીકરણ) કરાય છે. ત્યારપછી પરીક્ષણ સાથે બધી સૂચનાઓ સંશોધન શુદ્ધિ કરાવી બીજાને ભણાવવાની આજ્ઞા બે દિવસમાં અપાય છે. એમ કુલ ૨૪ દિવસમાં ૨૪ આયંબિલના ઉપધાનથી આ સૂત્રનું અધ્યયન સંપૂર્ણ થાય છે.
| વિપાક સૂત્ર સમાપ્ત . વિવેચન :
પરિશેષના મૂળપાઠ સંબંધી સ્પષ્ટીકરણ અને તેનું તાત્પર્ય અનુત્તરોપપાતિક સૂત્રમાં કર્યું છે. જિજ્ઞાસુઓને ત્યાં જોવા વિનંતી. ઉપસંહાર :(૧) ભાગ્યશાળી આત્માઓ પ્રાપ્ત પુણ્ય સામગ્રીમાં જીવનભર આસક્ત રહેતા નથી, ગમે ત્યારે વિરક્ત થઈને તેનો ત્યાગ કરે છે. (૨) સંયમ સ્વીકાર ન થાય ત્યાં સુધી શ્રાવકવ્રતોને અવશ્ય ધારણ કરી લેવા જોઈએ. દસે અધ્યયનમાં વર્ણિત રાજકુમારોએ અને રાજાએ વિપુલ ભોગમય જીવન જીવતાં થકા સંપૂર્ણ બાર વ્રત સ્વીકાર કર્યા હતા અને મહિનામાં છ પૌષધ પણ કર્યા હતા.