________________
| અધ્યયન-૧૦/વરદત્ત
| ૧૮૫ |
હે ગૌતમ ! શતદ્વાર નામનું નગર હતું. તેમાં વિમલવાહન નામના રાજા રાજ્ય કરતા હતા. તેણે એક વાર ધર્મરુચિ નામના અણગારને આવતાં જોઈને ઉત્કૃષ્ટ ભક્તિભાવથી નિર્દોષ આહારનું દાન આપ્યું તેના પુણ્યપ્રભાવથી તેમણે શુભ મનુષ્ય આયુષ્યનો બંધ કર્યો. ત્યાંથી ભવસ્થિતિને પૂર્ણ કરીને અહીં વરદત્ત રૂપે ઉત્પન્ન થયા.
શેષ વૃત્તાંત સુબાહુકુમારની જેમ જ જાણવો અર્થાત્ ભગવાને વિહાર કર્યો ત્યાર પછી પૌષધ શાળામાં પૌષધોપવાસ કરવો, ભગવાનની પાસે દીક્ષિત થનારાને પુણ્યશાળી માનવા અને ભગવાન
જ્યારે પાછા પધારે ત્યારે હું દીક્ષા લઈશ તેવો સંકલ્પ કરવો. આ બધું સુબાહુકુમાર અને વરદત્તકુમાર બંનેના જીવનમાં સમાન છે. ત્યાર પછી દીક્ષિત થઈને ચારિત્રધર્મનું પાલન કરતાં મનુષ્યનો ભવ અને દેવનો ભવ, દેવલોકથી ચ્યવી મનુષ્યભવ, દેવલોકમાં પણ વચ્ચે વચ્ચે એક એક દેવલોક છોડીને સુબાહુની જેમ જ ગમનાગમન કરતાં અંતમાં સર્વાર્થસિદ્ધ વિમાનમાં ઉત્પન્ન થશે, ત્યાંથી ચ્યવીને મહાવિદેહક્ષેત્રમાં ઉત્પન્ન થઈને દઢપ્રતિજ્ઞની જેમ સિદ્ધગતિને પ્રાપ્ત કરશે.
હે જંબૂ! આ પ્રમાણે મોક્ષ સંપ્રાપ્ત શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ સુખવિપાકના દસમાં અધ્યયનનો આ અર્થ પ્રતિપાદિત કર્યો છે.
– એમ હું કહું છું. જંબૂસ્વામી– હે ભગવન્! આપે સુખવિપાક સૂત્રનું જેવું કથન કર્યું છે તે તેમજ છે, તેમજ છે.
>
I અધ્યયન-૧૦ સંપૂર્ણ I A દ્વિતીય શ્રુતસ્કંધ સુખવિપાકસૂત્ર સંપૂર્ણ II