________________
૧૮૪
દશમું અધ્યયન
વરદત્ત
| दसमस्स उक्खेवो ।
ભાવાર્થ : દસમા અધ્યયનનો પ્રારંભ પ્રથમ અધ્યયનની જેમ જાણવો જોઈએ.
શ્રી વિપાક સૂત્ર
I
२ एवं खलु जंबू ! तेणं कालेणं तेणं समएणं साएयं णामं णयरं होत्था । उत्तरकुरू उज्जाणे । पासामिओ जक्खो । मित्तणंदी राया । सिरिकंता देवी । वरदत्ते कुमारे, वरसेणापामोक्खाणं पंचदेवीसयाणं रायवरकण्णगाणं पाणिग्गहणं । तित्थयरागमणं । सावगधम्मं । पुव्वभवपुच्छा । सयदुवारे
1
यरे । विमलवाहणे राया । धम्मरुई णामं अणगारं एज्जमाणं पासइ, पासित्ता पडिलाभिए समाणे मणुस्साउए णिबद्धे । इहं उप्पण्णे । सेसं जहा सुबाहुस्स कुमारस्स । चिंता जाव पव्वज्जा । कप्पंतरिओ जाव सव्वट्ठसिद्धे । तओ महाविदेहे जहा दढपइण्णो जाव सिज्झिहिइ बुज्झिहिइ, मुच्चिहिर, परिणिव्वाहिइ सव्वदुक्खामंतं काहिइ ।
एवं खलु जंबू ! समणं भगवया महावीरेण जाव संपत्तेणं सुहविवागाणं दसमस्स अज्झयणस्स अयमट्ठे पण्णत्ते । सेवं भंते ! सेवं भंते !
।। दसमं अज्झयणं समत्तं ।।
।। सुहविवागं समत्तं ।।
ભાવાર્થ : હે જંબૂ ! તે કાલે અને તે સમયે સાકેત નામનું સુપ્રસિદ્ધ નગર હતું. ત્યાં ઉત્તરકુરુ નામનું ઉદ્યાન હતું. તેમાં પાશમૃગ નામના યક્ષનું યક્ષાયતન હતું. તે નગરના રાજા મિત્રનંદી હતા. તેની શ્રીકાંતા નામની રાણી હતી. વરદત્ત નામનો રાજકુમાર હતો, તેના વીરસેના આદિ ૫૦૦ શ્રેષ્ઠ રાજકન્યાઓ સાથે લગ્ન થયાં. ત્યાર પછી એકદા ઉત્તરકુરુ ઉદ્યાનમાં શ્રમણ ભગવાન મહાવીરસ્વામી પધાર્યા. વરદત્તે દેશના સાંભળી ભગવાન પાસેથી શ્રાવકધર્મ અંગીકાર કર્યો, ગણધર ગૌતમસ્વામીના પૂછવા પર ભગવાન મહાવીર સ્વામીએ વરદત્તના પૂર્વભવનું વર્ણન કરતાં કહ્યું કે–