________________
૧૭૪
१
ત્રીજું અધ્યયન
સુજાતકુમાર
*****
| तच्चस्स उक्खेवो ।
શ્રી વિપાક સૂત્ર
ભાવાર્થ : ત્રીજા અઘ્યયનનો પ્રારંભ પ્રથમ અધ્યયનની જેમ જાણવો.
२ वीरपुरं णयरं । मणोरमं उज्जाणं । वीरकण्हमित्ते राया । सिरीदेवी । सुजाए कुमारे । वलसिरीपामोक्खाणं पंचसयकण्णगाणं पाणिग्गहणं । सामीसमोसरणं पुव्वभवपुच्छा । उसुयारे णयरे । उसभदत्ते गाहावई । पुप्फदत्ते अणगारे पडिलाभिए । माणुस्साउए णिबद्धे । इह उप्पण्णे जाव महाविदेहवासे सिज्झिहिइ जाव सव्वदुक्खाणमंतं काहि । णिक्खेवो जहा पढमस्स ।
।। તત્ત્વ અયળ સમાં ।।
ભાવાર્થ : શ્રી સુધર્માંસ્વામીએ કહ્યું–હે જંબૂ ! વીરપુર નામનું નગર હતું. ત્યાં મનોરમ નામનું ઉધાન હતુ. ત્યાં મહારાજા વીરકૃષ્ણમિત્ર રાજ્ય કરતા હતા. તેમની રાણી શ્રીદેવી હતી અને સુજાત નામનો કુમાર હતો. બલશ્રી પ્રમુખ પાંચસો રાજકન્યાઓ સાથે સુજાતકુમારનું પાણિગ્રહણ થયું. શ્રમણ ભગવાન મહાવીર સ્વામી પધાર્યા. સુજાતકુમારે શ્રાવકધર્મ અંગીકાર કર્યો. ભગવાન ગૌતમ સ્વામીએ તેનો પૂર્વભવ પૂછ્યો. ઉત્ત૨માં શ્રી ભગવાને ફરમાવ્યું કે– હે ગૌતમ ! ઈયુકાર નામનું નગર હતું. ત્યાં ઋષભદત્ત ગાથાપતિ
રહેતા હતા. તેણે પુષ્પદત્ત અણગારને નિર્દોષ આહારદાન આપ્યું. પરિણામે શુભ મનુષ્ય આયુષ્યનો બંધ કર્યો. આયુષ્ય પૂર્ણ થતાં પર અહીં સુજાતકુમારના રૂપમાં વીરપુર નામના નગરમાં જન્મ ધારણ ર્યો યાવત્ મહાવિદેહક્ષેત્રમાં ચારિત્ર ગ્રહણ કરી સિદ્ધ પદ પ્રાપ્ત કરશે યાવત્ સર્વ પ્રકારના દુઃખોનો અંત કરશે. નિક્ષેપ :– ઉપસંહાર વાક્ય પ્રથમ અધ્યયનની જેમ જાણવું.
વિવેચન :
બીજા અધ્યયનની જેમ ત્રીજા અધ્યયનનું પણ સંપૂર્ણ વર્ણન પ્રથમ અધ્યયનની જેમ જ છે. માત્ર નામ અને સ્થાનનો ભેદ છે તેથી બધું વર્ણન સુબાહુકુમારની જેમ જ જાણી લેવું જોઈએ.
॥ અધ્યયન-૩ સંપૂર્ણ ॥