________________
| અધ્યયન-૪/સુવાસવકુમાર
૧૭૫ |
ચોથું અધ્યયન.
સુવાસવકુમાર
| { વત્થ૪ ૩વેવો !
ચોથા અધ્યયનનો પ્રારંભ પ્રથમ અધ્યયનની જેમ જાણવો. | २ विजयपुरं णयरं । णंदणवणं उज्जाणं । असोगो जक्खो । वासवदत्ते राया । कण्हादेवी । सुवासवे कुमारे । भद्दापामोक्खाणं पंचसयाणं रायवरकण्णगाणं पाणिग्गहणं । सामी समोसरणं । पव्वभव पच्छा । कोसंबी णयरी । धणपाले राया । वेसमणभद्दे अणगारे पडिलाभिए । इहं उववण्णे । जाव सिद्धे । णिक्खेवो जहा पढमस्स ।
||| વાલ્વ થઈ સમત્ત ! ભાવાર્થ : સુિધર્માસ્વામીએ કહ્યું- હે જંબૂ!] વિજયપુર નામનું એક નગર હતું, ત્યાં નંદનવન નામનું ઉદ્યાન હતું. તે ઉદ્યાનમાં અશોક નામના યક્ષનું એક યક્ષાયતન હતું. ત્યાંના રાજાનું નામ વાસવદત્ત હતું. તેની કૃષ્ણાદેવી નામની રાણી હતી. સુવાસવકુમાર નામનો રાજકુમાર હતો. તેના ભદ્રા પ્રમુખ ૫00 શ્રેષ્ઠ રાજકન્યાઓ સાથે વિવાહ થયા. શ્રમણ ભગવાન મહાવીર સ્વામી પધાર્યા. સુવાસવકુમારે શ્રાવકધર્મ સ્વીકાર્યો. ગૌતમ સ્વામીએ તેના પૂર્વભવનો વૃત્તાંત પૂછ્યો. ઉત્તરમાં ભગવાને કહ્યું –
હે ગૌતમ ! કૌશાંબી નામની નગરી હતી. ત્યાં ધનપાલ નામના રાજા હતા. તેણે વૈશ્રમણભદ્ર નામના અણગારને આહારદાન આપ્યું. તેના પ્રભાવે તેમણે મનુષ્યના આયુષ્યનો બંધ કર્યો અને અહીં સુવાસવકુમાર રૂપે જન્મ ધારણ કર્યો યાવતુ આ જ ભવમાં ચારિત્ર લઈ સિદ્ધ ગતિ પામ્યા.
| નિક્ષેપ :- આ અધ્યયનનો ઉપસંહાર પ્રથમ અધ્યયનની જેમ જાણવો.
વિવેચન :
પ્રસ્તુત અધ્યયનમાં પણ ચરિત્ર નાયકનું નામ, જન્મભૂમિ, ઉદ્યાન, માતાપિતા, પરણિત સ્ત્રીઓ