________________
| અધ્યયન-૨/ભદ્રનંદી
૧૭૩ |
પ્રશ્નો કર્યા ત્યારે ભગવાને આ પ્રમાણે કહ્યું
મહાવિદેહક્ષેત્રમાં પુંડરિકિણી નામની નગરીમાં વિજય નામનો કુમાર હતો, તેમણે યુગબાહુ તીર્થકરને સુપાત્ર દાન દીધું, મનુષ્ય આયુષ્યનો બંધ કર્યો અને અહીં ભદ્રનંદીના રૂપમાં ઉત્પન્ન થયો. આ બધું વર્ણન સુબાહુકુમારની જેમ જ જાણવું યાવતું તે મહાવિદેહક્ષેત્રમાં ઉત્પન્ન થઈને ચારિત્ર પાળીને સિદ્ધ થશે, જ્ઞાનમય થશે, કર્મોથી મુક્ત થશે, કષાયોથી રહિત પરમ શાંત દશાને પ્રાપ્ત કરશે અને સર્વ પ્રકારના દુઃખોનો અંત કરશે.
નિક્ષેપ- ઉપસંહાર વાક્ય પ્રથમ અધ્યયનની જેમ જાણવું.
વિવેચન :
ભદ્રનંદી – સુખવિપાકસૂત્રના બીજા અને આઠમા અધ્યયનનું નામ ભદુર્ણદી–ભદ્રનંદી છે બંને અધ્યયનમાં ભદ્રનંદીના કુમારનું જીવન વૃતાંત છે પરંતુ બંને ભદ્રનંદીકુમારોની નગરી, માતા-પિતાના નામ તથા બંનેના પૂર્વભવમાં તફાવત છે. તેથી એક જ નામની બે વ્યક્તિ હોય તેમ સમજી શકાય છે.
>
II અધ્યયન-ર સંપૂર્ણ II