________________
| અધ્યયન-૧/સુબાહુકુમાર
૧૬૭ |
ગ્રામાનુગ્રામ વિચરતાં હસ્તિનાપુર નગરના સહસા પ્રવન નામના ઉદ્યાનમાં પધાર્યા. ત્યાં અણગાર ધર્મને અનુકુળ સ્થાનને ગ્રહણ કરી, સંયમ અને તપથી આત્માને ભાવિત કરતાં વિચરવા લાગ્યા, રહેવા લાગ્યા.
વિવેચન :
સ્થવિર શબ્દનો સામાન્ય અર્થ વૃદ્ધ અથવા મોટા સાધુ હોય છે પરંતુ ઠાણાંગ સૂત્રમાં ત્રણ પ્રકારના સ્થવિર કહ્યા છે– (૧) જાતિ સ્થવિર(વય સ્થવર) (૨) શ્રુત સ્થવિર (૩) પર્યાય સ્થવિર. સાઠ વર્ષની ઉંમરવાળા મુનિ જાતિ સ્થવિર કહેવાય છે. સ્થાનાંગ સૂત્ર અને સમવાયાંગ સૂત્રના અભ્યાસી શ્રુત સ્થવિર કહેવાય છે. ઓછામાં ઓછી વીસ વર્ષની દીક્ષાપર્યાયવાળા મુનિ પર્યાય સ્થવિર કહેવાય છે. જ્ઞાતાસૂત્ર આદિમાં ગણધરોને પણ સ્થવિર પદથી સંબોધિત કર્યા છે.
ઘણી પ્રતોમાં ધર્મઘોષની જગ્યાએ સુધર્મ થઈ ગયેલ છે. તે સુધારીને અહીં સંપાદિત કરવામાં આવેલ છે. ટીકાકાર સામે પણ એવા અશુદ્ધ પાઠની પ્રતો હતી. |१० तेणं कालेणं तेणं समएणं धम्मघोसाणं थेराणं अंतेवासी सुदत्ते णामं अणगारे उराले जावसंखित्तविउलतेउलेस्से मासंमासेणं खममाणे विहरइ । तए णं ते सुदत्ते अणगारे मासक्खमणपारणगंसि पढमाए पोरिसीए सज्झायं करेइ जाव जहा गोयमसामी तहेव णवरं धम्मघोसे थेरे आपुच्छइ, जाव अडमाणे सुमुहुस्स गाहावइस्स गेहे अणुप्पविढे ।
તે કાલે અને તે સમયે ધર્મઘોષ સ્થવિરમુનિના અંતેવાસી શિષ્ય ઉદાર-પ્રધાન યાવત્ વિપુલ તેજલેશ્યાને સંક્ષિપ્ત કરેલ(અનેક યોજન પ્રમાણવાળા ક્ષેત્રમાં રહેલી વસ્તુઓને ભસ્મીભૂત કરનારી તેજોવેશ્યા–ઘોર તપસ્યાથી પ્રાપ્ત થનારી લબ્ધિ–વિશેષને પોતાનામાં સંક્ષિપ્ત-ગોપવીને રાખેલ) સુદત્ત નામના અણગારનિરંતર મા ખમણ તપ કરતાં થકાવિચરતા હતા. એક વાર સુદત્ત અણગાર મા ખમણના પારણાના દિવસે પ્રથમ પહોરમાં સ્વાધ્યાય કરી વાવ ગૌતમ સ્વામીની જેમ ગોચરી જવા માટે ધર્મઘોષ
સ્થવિરની આજ્ઞા લઈને નીકળ્યા યાવત્ ભિક્ષા માટે ફરતાં સુમુખ ગાથાપતિના ઘરમાં પ્રવેશ કર્યો. |११ तए णं से सुमुहे गाहावई सुदत्तं अणगारं एज्जमाणं पासइ, पासित्ता हट्ठतुडे आसणाओ अब्भुढेइ, अब्भुढेत्ता पायपीढाओ पच्चोरुहइ, पच्चोरुहित्ता पाउयाओ ओमुयइ, ओमुइत्ता एगसाडियं उत्तरासंगं करेइ, करित्ता सुदत्तं अणगारं सत्तट्ठपयाई पच्चुग्गच्छइ, पच्चुग्गच्छित्ता तिक्खुत्तो आयाहिणं पयाहिणं करेइ, करित्ता वंदइ, णमंसइ, वंदित्ता णमंसित्ता जेणेव भत्तघरे तेणेव उवागच्छइ, उवागच्छित्ता सयहत्थेणं विउलेणं असण पाण खाइम साइमेणं पडिलाभिस्सामि त्ति तुढे, पडिलाभेमाणे વિ તુકે, પવિતામવિ તુકે !