________________
૧દર |
શ્રી વિપાક સૂત્ર
પ્રિય :- સહજ સર્વજનનો પ્રેમ પામી શકે છે. પ્રિયરૂપ – વધારે પ્રિય, જેનું રૂપ પ્રીતિજનક હોય. મનોશ – આંતરિક વૃત્તિથી જેની શોભનતા અનુભવમાં આવે, સુંદરતા યુક્ત, શુભ લક્ષણ યુક્ત. મનોત્તરૂપ – વધારે મનોજ્ઞ, આકૃતિથી મનોજ્ઞ. મનામ:- દીર્ઘકાલીન મનોજ્ઞતાને મણા-મનામ કહે છે. મનામરૂપ - આકૃતિથી દીર્ઘકાલીન મનોજ્ઞતા, વધારે પ્રણામ તે 'મણામરૂપ' કહેવાય છે. સોમ:- રુદ્રતારહિત સૌમ્ય સ્વભાવવાળા છે.
સુભગ :- વલ્લભતાવાળા.
સુરૂપ – સુંદર આકાર, સંસ્થાન અને કાંતિથી સુંદર સુડોળ. પ્રિયદર્શન – પ્રેમભાવ જાગે તેવો સુંદર આકાર, પુણ્ય પ્રભાવ સાથે સુંદરકાર. સુબાહુકુમારનો પૂર્વભવ-સુમુખ ગાથાપતિ :[८ एवं खलु गोयमा ! तेणं कालेणं तेणं समएणं इहेव जंबुद्दीवे दीवे भारहे वासे हथिणाउरे णामं णयरे होत्था । रिद्धस्थिमियसमिद्धे, वण्णओ । तत्थ णं हत्थिणाउरे णयरे सुमुहे णामं गाहावई परिवसइ, अड्डे जाव अपरिभूए । ભાવાર્થ : હે ગૌતમ! તે કાલે તથા તે સમયે આ જંબુદ્વીપ નામના દ્વીપમાં ભારતવર્ષમાં હસ્તિનાપુર નામનું નગર હતું. તે વૈભવ સંપન્ન, સુરક્ષિત અને સમૃદ્ધ હતું. ત્યાં સુમુખ નામના ધનાઢય યાવતું પ્રતિષ્ઠિત ગાથાપતિ રહેતા હતા. | ९ तेणं कालेणं तेणं समएणं धम्मघोसा णाम थेरा जाइसंपण्णा जाव पंचहि समणसएहिं सद्धिं संपरिवुडा पुव्वाणुपुट्वि चरमाणा गामाणुगामं दूइज्जमाणा जेणेव हत्थिणाउरे णयरे, जेणेव सहसंबवणे उज्जाणे तेणेव उवागच्छंति, उवागच्छित्ता अहापडिरूवं उग्गहं उग्गिण्हित्ता संजमेणं तवसा अप्पाणं भावेमाणा विहरति । ભાવાર્થ : તે કાલે તથા તે સમયે જાતિસંપન્ન અને કુળસંપન્ન અર્થાત્ શ્રેષ્ઠ માતૃપક્ષ અને પિતૃ પક્ષવાળા થાવત્ પાંચસો શ્રમણોથી પરિવૃત્ત ધર્મઘોષ નામના સ્થવિર સાધુ ભગવત ક્રમપૂર્વક ચાલતાં તથા