________________
| અધ્યયન-૧/સુબાહુકુમાર
[ ૧૬૧ |
सुबाहुणा भते ! कुमारेणं इमा एयारूवा उराला माणुसिड्डी किण्णा लद्धा ? किण्णा पत्ता ? किण्णा अभिसमण्णागया ? के वा एस आसी पुव्वभवे ? किं णामए वा किं वा गोत्तेणं? कयरंसि गामंसि वा संणिवेसंसि वा? किं वा दच्चा, किं वा भोच्चा, किं वा समायरित्ता, कस्स वा तहारूवस्स समणस्स वा माहणस्स वा अतिए एगमवि आयरिय सुवयण सोच्चा णिसम्म सुबाहुणा कुमारेण इमा एयारूवा माणुसिड्डी लद्धा पत्ता अभिसमण्णागया ? ભાવાર્થ : તે કાલે અને સમયે શ્રમણ ભગવાન મહાવીર સ્વામીના જ્યેષ્ઠ શિષ્ય ઈન્દ્રભૂતિ ગૌતમ અણગારે યાવત આ રીતે કહ્યું- અહો ભગવનું ! સુબાહુકમાર બાળક(બહુજન ઈષ્ટ) ઘણો જ ઈષ્ટ, ઈષ્ટરૂપ, કાંત, કાંતરૂપ, પ્રિય, પ્રિયરૂપ, મનોજ્ઞ, મનોજ્ઞરૂપ, મનોમ, મનોમરૂપ, સૌમ્ય, સુભગ, પ્રિયદર્શન અને સુંદર રૂપવાળો છે. અહો ભગવન્! આ સુબાહુકુમાર સાધુજનોને પણ ઈષ્ટ, ઈષ્ટરૂપ થાવ સુરૂપ લાગે છે.
હે ભદંત ! સુબાહુકુમારે એવી અપૂર્વ માનવીય ઋદ્ધિ કેવી રીતે પ્રાપ્ત કરી, ઉપલબ્ધ કરી ? અને કેવી રીતે તેની સન્મુખ ઉપસ્થિત થઈ? સુબાહુકુમાર પૂર્વભવમાં કોણ હતો? તેનાં નામ અને ગોત્ર કયા હતાં? તે કયા ગામ અથવા વસ્તીમાં ઉત્પન્ન થયો હતો? શું દાન આપીને, શેનો ઉપભોગ કરીને અને કેવા આચારનું પાલન કરીને અને કયા શ્રમણ યા માહણના એક પણ આર્યવચનને સાંભળીને સુબાહુકુમારે આવી ઋદ્ધિ મેળવી છે. પ્રાપ્ત કરી છે. આ સમૃદ્ધિ તેની સન્મુખ ઉપસ્થિત થઈ છે?
વિવેચન :
સુબાહુકુમારની વ્યાવહારિક જીવન જીવવાની કળા એટલી અદ્ભુત અને આકર્ષક હતી કે તે આમજનતાને પ્રીતિપાત્ર બની ગયા હતા. તેનાથી સહુ પ્રસન્ન હતા અને હૃદયથી ચાહતા હતા. જન જનના હૃદયમાં તેમનું દેવતા જેવું તેનું સ્થાન હતું. એટલું જ નહીં તે સાધુજનોનો પણ સ્નેહપાત્ર બની ગયા હતા. આધ્યાત્મિક સાધનાની દિશામાં પ્રતિક્ષણ જાગૃત અને પ્રગતિશીલ રહેવાને કારણે નિઃસ્વાર્થ, સ્વભાવથી જ અનાસક્ત અને નિષ્કામ વૃત્તિવાળા સાધુપુરુષોના હૃદયમાં પણ સુબાહુનું પ્રેમપૂર્ણ સ્થાન હતું. અહીં સુબાહુકુમાર માટે જે અનેક વિશેષણો પ્રયોગ કરવામાં આવ્યાં છે તે સામાન્ય દષ્ટિએ સમાનાર્થક લાગે છે પરંતુ તે સર્વમાં કંઈક અંતર છે, જે આ પ્રમાણે છેઈષ્ટઃ- જે ગમે તેવું હોય, જેની ઈચ્છા કરવામાં આવે. ઈષ્ટરૂપ – વધારે ઈષ્ટ, આકૃતિને કારણે ઈષ્ટ. કત – રમણીય, સુંદર સ્વભાવવાળો. કાંતરૂ૫ - વધારે રમણીય, આકૃતિની અપેક્ષાએ રમણીય.