________________
| १०
શ્રી વિપાક સૂત્ર
सोच्चा णिसम्म हट्ठतुढे उठाए उडेइ, उद्वित्ता समणं भगवं महावीरं वंदइ णमंसइ, वंदित्ता णमंसित्ता एवं वयासी- सद्दहामि णं भत्ते ! णिग्गथं पावयणं जाव जहा णं देवाणुप्पियाणं अंतिए बहवे राईसर जावसत्थवाहप्पभिईओ मुंडा भवित्ता अगाराओ अणगारियं पव्वइया, णोखलु अहंतहा संचाएमि मुंडे भवित्ता अगाराओ अणगारियं पव्वइत्तए । अहं णं देवाणुप्पियाणं अंतिए पंचाणुव्वयाई सत्तसिक्खावयाई दुवालसविहं गिहिधम्म पडिवज्जामि ।
अहासुहं देवाणुप्पिया ! मा पडिबंधं करेह ।
तए णं से सुबाहुकुमारे समणस्स भगवओ महावीरस्स अंतिए पंचाणुव्वयाई सत्तसिक्खावयाई दुवालसविहं गिहिधम्म पडिवज्जइ, पडिवज्जित्ता तमेव रह दुरूहइ, दुरूहित्ता जामेव दिसं पाउब्भूए तामेव दिसं पडिगए ।
ભાવાર્થ : ત્યાર પછી ભગવાન મહાવીર સ્વામી પાસે ધર્મકથાનું શ્રવણ તથા મનન કરીને અત્યંત પ્રસન્ન થયેલા સુબાહુકુમાર ઊઠીને શ્રમણ ભગવાન મહાવીર સ્વામીને વંદન નમસ્કાર કરીને આ પ્રમાણે કહ્યું- હે ભગવન્! હું નિગ્રંથ પ્રવચન પર શ્રદ્ધા કરું છું યાવત્ જે રીતે આપ દેવાનુપ્રિયની પાસે રાજા, ઈશ્વર આદિ મુંડિત થઈને તથા ગૃહસ્થાવસ્થાથી નીકળીને અણગાર ધર્મમાં દીક્ષિત થયા છે અર્થાત્ પાંચ મહાવ્રતો અંગીકાર કર્યા છે, તેવી રીતે હું પાંચ મહાવ્રતોને અંગીકાર કરવામાં સમર્થ નથી. તેથી હું પાંચ અણુવ્રતો અને સાતશિક્ષાવ્રતોનું જેમાં વિધાન છે, તેવા બાર પ્રકારના ગૃહસ્થ ધર્મને આપની પાસેથી અંગીકાર કિરવા ઈચ્છું છું. ત્યારે ભગવાને કહ્યું- જેમ તમને સુખ ઊપજે તેમ કરો, પરંતુ તેમાં વિલંબ ન કરો.
આ પ્રમાણે કહ્યું ત્યારે સુબાહુકુમારે શ્રમણ ભગવાન મહાવીર સ્વામી પાસેથી પાંચ અણુવ્રત, સાત શિક્ષાવ્રતરૂપ બાર પ્રકારના ગૃહસ્થ ધર્મનો સ્વીકાર કર્યો અર્થાત્ ઉક્ત બાર પ્રકારનાં વ્રતોનું યથાવિધિ પાલન કરવાનો નિયમ ગ્રહણ કર્યો. ત્યાર પછી તે જ રથ પર સવાર થઈને જે દિશામાંથી આવ્યા હતા તે દિશામાં ચાલ્યા ગયા.
ગૌતમ સ્વામીની સુબાહુકુમાર વિષયક જિજ્ઞાસા :| ७ तेणं कालेणं तेणं समएणं समणस्स भगवओ महावीरस्स जेटे अंतेवासी इंदभूई जाव एवं वयासी- अहो णं भंते ! सुबाहुकुमारे इटे, इट्ठरूवे, कंते, कंतरूवे, पिये, पियरूवे, मणुण्णे, मणुण्णरूवे, मणामे, मणामरूवे, सोमे, सोमरूवे, सुभगे, सुभगरूवे, पियदसणे सुरूवे । बहुजणस्स वि य णं भंते ! सुबाहुकुमारे इढे जाव सुरूवे । साहुजणस्स वि य णं सुबाहुकुमारे इढे इट्ठरूवे जाव सुरूवे ।