________________
[ ૧૬૪]
શ્રી વિપાક સૂત્ર
ભાવાર્થ : ત્યાર પછી સુમુખ ગાથાપતિએ સુદત્ત અણગારને આવતાં જોયા. જોઈને અત્યંત હર્ષિત અને પ્રસન્ન થઈને આસન પરથી ઊઠ્યા. આસન પરથી ઊઠીને પાદપીઠ(બાજોઠ–પગ રાખવાનાં આસન)થી નીચે ઊતર્યા, ઊતરીને પાદુકાઓનો ત્યાગ કર્યો અને એક શાટિક–સીવ્યા વિનાનું વસ્ત્ર અથવા એક ખભા પર રાખેલ વસ્ત્રને મુખની સામે રાખ્યું, પછી સુદત્ત અણગારના સ્વાગત માટે સાત-આઠ પગલાં સામે ગયા, સામે જઈને ત્રણવાર આદક્ષિણા–પ્રદક્ષિણા કરી, વંદન નમસ્કાર કર્યા, વંદન નમસ્કાર કરીને મુનિરાજને જ્યાં તેનું રસોઈ ઘર હતું ત્યાં લાવ્યા, લાવીને "આજે હું મારા હાથે વિપુલ અશન, પાનાદિ આહારનું દાન આપીશ અથવા એ દાનનો લાભ પ્રાપ્ત કરીશ" આ વિચારથી અત્યંત પ્રસન્ન થયા. તે આહારદાન દેતા સમયે અને આહારદાન આપ્યા પછી પણ પ્રસન્નતાનો અનુભવ કર્યો. १२ तए णं तस्स सुमुहस्स गाहावइस्स तेणं दव्वसुद्धेणं दायगसुद्धणं पडिगाहग सुद्धणं तिविहेणं तिकरणसुद्धेणं सुदत्ते अणगारे पडिलाभिए समाणे संसारे परित्तीकए मणुस्साउए णिबद्धे गेहंसि य से इमाइं पंच दिव्वाइं पाउब्भूयाई,तं जहा- वसुहारा वुढा, दसद्धवण्णे कुसुमे णिवाडिए, चेलुक्खेवे कए, आहयाओ देवदुंदुभीओ, अंतरा वि य णं आगासे 'अहो दाणं अहो दाणं' घुढे य ।
हत्थिणाउरे सिंघाडग जाव पहेसु बहुजणो अण्णमण्णस्स एवं आइक्खइ ४ धण्णे णं देवाणुप्पिया ! सुमुहे गाहावई, एवं पुण्णे णं, कयत्थे णं, कयलक्खणे णं देवाणुप्पिया ! सुमुहे गाहावइ, सुलद्धे णं सुमुहस्स गाहावइस्स जम्मजीवियफले, जस्स णं इमा एयारूवा उराला माणुसिड्डी लद्धा पत्ता अभिसमण्णागया, तं धण्णे णं सुमुहे गाहावई। ભાવાર્થ : ત્યાર પછી તે સુમુખ ગાથાપતિએ શુદ્ધ દ્રવ્ય(નિર્દોષ આહારદાન)થી અને દાયક શ(ગોચરીના નિયમ યોગ્ય પવિત્ર દાતા), લેનાર શુદ્ધ(મહાતપસ્વી શ્રમણ એવી ત્રિવિધિ શુદ્ધિ) ત્રિકરણ શુદ્ધિથી અર્થાત્ મન, વચન અને કાયાની સ્વાભાવિક ઉદારતા, સરળતા અને નિર્દોષતાથી સુદત્ત અણગારને આહારદાન આપ્યું. સુમુખ ગાથાપતિએ વિશુદ્ધ ભાવનાથી શુદ્ધ આહારદાનના નિમિત્તે જન્મ-મરણની પરંપરાને અતિઅલ્પ કરી મનુષ્યના આયુષ્યનો બંધ કર્યો. તેના ઘરમાં પાંચ દિવ્યદેવો દ્વારા કરવામાં આવનારા) પ્રગટ થયા તે આ પ્રમાણે છે– (૧) સુવર્ણવૃષ્ટિ (૨) પાંચ વર્ણનાં ફૂલોની વૃષ્ટિ (૩) ધ્વજા પતાકા (૪) દેવદુંદુભિઓ (૫) આકાશમાં "અહોદાન, અહોદાન" આ પ્રકારની ઉદ્ઘોષણા.
હસ્તિનાપુરનગરના ત્રિપથ યાવતું સામાન્ય માર્ગોમાં અનેક મનુષ્યો એકત્રિત થઈને પરસ્પર એકબીજાને કહેતા હતા- હે દેવાનુપ્રિયો! સુમુખ ગાથાપતિ ધન્ય છે તેઓ પુણ્યવાન છે, કૃતાર્થ છે, સુલક્ષણ છે, તેણે જન્મ અને જીવનના સુફળને સારી રીતે પ્રાપ્ત કર્યું છે, જેથી તેને આ પ્રકારની માનવીય ઋદ્ધિ લબ્ધ થઈ છે, પ્રાપ્ત કરી છે, વિશાળ રૂપમાં દિવ્ય વૃષ્ટિથી સહેજે મળી છે. ખરેખર ધન્ય છે સુમુખ ગાથાપતિ.