________________
| અધ્યયન-૧/સુબાહુકુમાર
૧૫૫ |
ત્રિી પ્રથમ અધ્યયન
પરિચય :
હસ્તિશીર્ષ નામના નગરમાં અદીનશત્રુ રાજાની ધારિણી પ્રમુખ ૧000 રાણીઓ હતી. ધારિણી રાણીને સુબાહુકુમાર નામનો પુત્ર હતો. તેણે પુરુષોની ૭૨ કળાઓનું જ્ઞાન મેળવ્યું હતું. યૌવનવય પ્રાપ્ત થતાં માતાપિતાએ ૫૦૦ શ્રેષ્ઠ રાજકન્યાઓ સાથે એક જ દિવસમાં વિવાહ કરાવ્યો. પ્રીતિદાનમાં ૫૦૧ ભવ્ય મહેલ આપ્યા. ત્યાં સુબાહુકુમાર સુખપૂર્વક રહેવા લાગ્યા.
કોઈ સમયે ગ્રામાનુગ્રામવિચરતાં વિચરતાં ભગવાન મહાવીર સ્વામી હસ્તિશીર્ષ નગરમાં પધાર્યા. પરિષદ તેમજ જિતશત્રુ રાજા તથા સુબાહુકુમારાદિ દેશના સાંભળવા ઉપસ્થિત થયાં. ધર્મોપદેશ સાંભળી રાજા અને નગરવાસીઓ પાછા વળ્યા.
સુબાહુકુમારે ભગવાનને વંદન નમસ્કાર કરી કહ્યું- હે ભંતે! નિગ્રંથ પ્રવચન–વીતરાગધર્મની શ્રદ્ધા, પ્રતીતિ, રુચિ કરું છું. આપના ચરણોમાં જે રાજા, રાજકુમાર, રાજકર્મચારી, શેઠ, સેનાપતિ અણગાર બને છે તેમને ધન્ય છે. હું તેમની જેમ સંયમ ગ્રહણ કરી શકતો નથી પરંતુ ગૃહસ્થ જીવનમાં રહીને શ્રાવકનાં બાર વ્રતનો સ્વીકાર કરવાની ઈચ્છા રાખું છું. ત્યાર પછી ભગવાનની આજ્ઞા અનુસાર તેણે વ્રત ધારણ કર્યા. મહિનામાં આઠમ, ચૌદસ, પૂનમ અને અમાવસ્યાના દિને પૌષધ કરી આત્મ જાગરણ કરવા લાગ્યા.
સુબાહુકુમારના વૈભવ એવં સૌમ્યતાથી ગૌતમ સ્વામી આકર્ષાયા. તેમણે ભગવાનને પૂછ્યું કેસુબાહુકુમાર ઈષ્ટ, શાંત, કાંત, પ્રિય, મનોજ્ઞ, સૌમ્ય અને સૌભાગ્યશાળી લાગે છે, સાધુજનોને પણ પ્રિય, આનંદકારી અને મનોહર લાગે છે, તો તેણે પૂર્વભવમાં શું કર્યું હતું? શું ખાધું? કયા ગુણ ઉપલબ્ધ કર્યા હતા? કોની પાસે ધર્મશ્રવણ કરીને તેનું અનુપાલન કર્યું હતું?
ભગવાને સૂબાહુકુમારનો પૂર્વભવ કહ્યો- હસ્તિનાપુર નગરમાં સુમુખ ગાથાપતિ રહેતા હતા, જે ધનાઢયહતા. ધર્મઘોષ સ્થવિર વિચરણ કરતાં ત્યાં પધાર્યા. સુદત્ત નામના અણગાર માસખમણના પારણાને માટે ગુરુની આજ્ઞા લઈ નગરમાં પધાર્યા. ભિક્ષાર્થે ભ્રમણ કરતાં સુમુખ ગાથાપતિના ઘરે આવ્યા.
સુમુખ ગાથાપતિ મુનિને જોતાં જ હર્ષિત થયા તેમણે આસન ઉપરથી ઉઠી, પગમાંથી પાદુકાઓ કાઢી, મુખે ઉત્તરાસન રાખી, સાત આઠ પગલા સામે જઈ, હાથ જોડી ત્રણ આવર્તન આપી વંદન નમસ્કાર કર્યા. મુનિરાજને ભોજનગૃહમાં લાવ્યા અને આજે હું મુનિરાજને પર્યાપ્ત આહારદાન આપીશ' આવો શુભ સંકલ્પ કર્યો. તેઓ આહારદાન સમયે અને ત્યાર પછી પણ અત્યંત ખુશ થયા. પોતાને કૃતકૃત્ય