________________
| અધ્યયન-૧૦/જૂ શ્રી
[ ૧૫૧ |
से णं तत्थ उम्मुक्क बालभावे तहारूवाणं थेराणं अंतिए केवलं बोहिं बुज्झिहिइ । पवज्जा । सोहम्मे ।
से णं ताओ देवलोगाओ आउक्खएणं भवक्खएणं ठिइक्खएणं कहिं गच्छिहिइ ? कहिं उववज्जिहिइ ?
गोयमा ! महाविदेहे वासे जहा पढमे जाव सव्व दुक्खाणमंतं काहिइ ।
एवं खलु जंबू ! समणेणं भगवया महावीरेणं जावसंपत्तेणं दुहविवागाणं दसमस्स अज्झयणस्स अयमढे पण्णत्ते । सेवं भंते । सेवं भंते । त्ति बेमि । ભાવાર્થ ઃ ગૌતમ સ્વામીએ પ્રશ્ન કર્યો– અહો ભગવાન ! અંજૂદેવી અહીંથી મૃત્યુના અવસરે મૃત્યુ પામીને ક્યાં જશે અને ક્યાં ઉત્પન્ન થશે?
ભગવાને ઉત્તર આપ્યો- હે ગૌતમ ! અંજૂ દેવી ૯૦ વર્ષના પરમ આયુષ્યને ભોગવીને મૃત્યુના સમયે મૃત્યુ પામીને આ રત્નપ્રભા નામની પૃથ્વીમાં નારક રૂપે ઉત્પન્ન થશે. તેનું બાકીનું સંસારભ્રમણ પ્રથમ અધ્યયનની જેમ જાણવું થાવ વનસ્પતિમાં લીંબડા આદિ કડવાં વૃક્ષો તથા કડવા દૂધવાળા આકડા વગેરે છોડોમાં લાખોવાર ઉત્પન્ન થશે. પછી સર્વતોભદ્ર નામના નગરમાં મોર રૂપે ઉત્પન્ન થશે. ત્યાં તે મોર, પારધી દ્વારા તેનો વધ થશે અને ત્યાંથી તે જ સર્વતોભદ્ર નગરના પ્રસિદ્ધ શ્રેષ્ઠીકુળમાં પુત્ર રૂપે ઉત્પન્ન થશે. ત્યાં બાળપણને છોડી, યુવાવસ્થાને પામીને, વિજ્ઞાનની પરિપક્વ અવસ્થાને પામતો તે તથારૂપના વિરો પાસે ધર્મને પ્રાપ્ત કરશે, પછી દીક્ષા ગ્રહણ કરીને, સૌધર્મ દેવલોકમાં ઉત્પન્ન થશે.
[ગૌતમ) હે ભગવન્! દેવલોકનું આયુષ્ય, ભવ અને સ્થિતિ પૂર્ણ થયા પછી તે ક્યાં જશે અને ક્યાં ઉત્પન્ન થશે?
ભિગવાન ગૌતમ ! મહાવિદેહ ક્ષેત્રમાં તે ઉત્તમ કુળમાં જન્મ ધારણ કરશે. જેવી રીતે પહેલા અધ્યયનમાં વર્ણન કર્યું છે તેમ યાવતુ સિદ્ધ, બુદ્ધ, મુક્ત થશે, સર્વ દુઃખોનો અંત કરશે.
સુધર્મા) હે જંબૂ! આ પ્રમાણે શ્રમણ ભગવાન મહાવીરસ્વામીએ દુઃખવિપાક નામના પ્રથમ વર્ગના દસમા અધ્યયનનો અર્થ પ્રતિપાદન કર્યો છે.
જિંબૂ] હે ભગવન્! આપનું આ કથન સત્ય છે, પરમ સત્ય છે. –એમ હું કહું છું. વિવેચન :(૧) કોઈપણ તીવ્રતમ વેદના લાંબો સમય રહેતી નથી પરંતુ ક્યારેક પ્રગાઢ કર્મોનો નિકાચિત ઉદય હોય તો અંજૂશ્રી જેવું બને છે. (૨) ઈન્દ્રિય વિષય સુખોનો આનંદ જીવનને માટે મીઠા ઝેર સમાન છે.