________________
૧૫૨ ]
શ્રી વિપાક સૂત્ર
"સંસાર મોહસ વિષgબૂથ, વાળ ૩ણસ્થાના દુ વામણો," અર્થાત્ આ કામભોગો મોક્ષના વિરોધી એવં અનર્થોની ખાણ સમાન છે. (૩) તીવ્ર પાપ-કર્મોદય થતાં કોઈ શરણભૂત હોતા નથી. જીવનમાં ધર્મના સંસ્કાર ન હોય તો જીવ આ પ્રકારના દુઃખોથી દુઃખી થાય છે અને આર્તધ્યાન એવં સંકલ્પ વિકલ્પોમાં મરી દુઃખોની પરંપરા વધારે છે. (૪) પરંતુ જીવનમાં જો ધર્મ આત્મસાતુ કર્યો હોય તો આવી વિકટ પરિસ્થિતિમાં શાંતિથી કર્મોને ભોગવી ભવિષ્યને કલ્યાણમય બનાવી શકે છે. ધર્મ એવું રસાયણ છે કે જે દુઃખમાં પણ સુખી બનાવે છે. સંકટ સમયે ચિત્તને પ્રસન્ન રાખવાનું ધર્મ જ શીખવાડે છે. (૫) ધર્મ દ્વારા અનંત આત્મશક્તિ અને ઉત્સાહ જાગૃત થાય છે. આવી વ્યક્તિ ગજસુકુમાર, અર્જુન માળીની જેમ શાંતિપૂર્વક કર્મોનાં કરજને ચૂકવી મોક્ષ પ્રાપ્ત કરે છે. (૬) આ દુઃખવિપાક સૂત્રમાં હિંસક, ક્રૂર, ભોગાસક્ત, સ્વાર્થોધ, માંસાહારી અને શરાબી જીવોનાં જીવનનું ચિત્રણ કર્યું છે. તેમનાં કૃત્યોના કટુ પરિણામો બતાવ્યા છે. શુદ્ધ, સાત્વિક, વ્યસનમુક્ત અને પાપમુક્ત જીવન જીવવાની પ્રેરણા આપવામાં આવી છે.
I
I અધ્યયન-૧૦ સંપૂર્ણ II I પ્રથમ શ્રુતસ્કંધ દુખવિપાકસૂત્ર સંપૂર્ણ in