________________
| १५०
શ્રી વિપાક સૂત્ર
इच्छंति अंजूए देवीए जोणिसूलं उवसामित्तए णो संचाएंति उवसामित्तए । तए णं ते बहवे वेज्जा य-६, जाहे णो संचाएंति अंजूए देवीए जोणीसूलं उवसामित्तए ताहे संता, तंता परितंता जामेव दिसिं पाउब्भूया तामेव दिसिं पडिगया ।
तए णं सा अंजू देवी ताए वेयणाए अभिभूया समाणी सुक्का भुक्खा णिम्मंसा कट्ठाई कलुणाई विस्सराई विलवइ ।
एवं खलु गोयमा ! अंजू देवी पुरा पोराणाणं जाव विहरइ ।
ભાવાર્થ : ત્યાર પછી (રાજાની આજ્ઞાથી અનુચરો દ્વારા કરાયેલી) આ પ્રકારની ઉદ્ઘોષણાને સાંભળીને નગરના ઘણા અનુભવી વૈધ, વૈધપુત્રો, ચિકિત્સાકાદિ વિજયમિત્ર રાજા પાસે આવ્યા. પોતાની ઔત્પાત્તિકી, વૈયિકી, કાર્મિકી અને પરિણામિકી બુદ્ધિઓ દ્વારા નિદાનાદિથી રોગનો નિર્ણય કરતાં વિવિધ પ્રયોગો દ્વારા દેવી અંજૂશ્રીના યોનિશૂળને ઉપશાંત કરવાનો પ્રયત્ન કર્યો. પરંતુ તેમના પ્રયોગોથી દેવી અંજૂશ્રીનો યોનિશૂળ રોગ શાંત ન થયો, ત્યારે તે અનુભવી વૈદ્ય આદિ અંજૂશ્રીના યોનિશૂળને શાંત ન કરી શક્યા અને ખિન્ન, શ્રાત્ત તથા હતોત્સાહી થઈને જ્યાંથી આવ્યા હતા ત્યાં ચાલ્યા ગયા.
ત્યાર પછી દેવી અંજૂશ્રી તે યોનિશૂળ વેદનાથી દુઃખી થતી, સુકાવા લાગી, ભૂખી રહેવા લાગી અને માંસરહિત શરીરવાળી થઈને કષ્ટપૂર્ણ, કરુણાજનક અને દીનતાપૂર્ણ શબ્દોમાં વિલાપ કરતી જીવન વ્યતીત કરવા લાગી.
ભગવાને કહ્યું- હે ગૌતમ! આ પ્રમાણે રાણી અંજૂશ્રી પોતાનાં પૂર્વોપાર્જિત પાપકર્મોનાં ફળનો ઉપભોગ કરતી જીવન વ્યતીત કરી રહી છે.
અંજુશ્રીનું ભવિષ્ય અને ભવભ્રમણ :|१० अंजू णं भंते ! देवी इओ कालमासे कालं किच्चा कहिं गच्छिहिइ ? कहिं उववज्जिहिइ ।
गोयमा ! अंजू णं देवी णउई वासाइं परमाउयं पालइत्ता कालमासे कालं किच्चा इमीसे रयणप्पभाए पुढवीए णेरइएसु णेरइयत्ताए उववज्जिहिइ । एवं संसारो जहा पढमे तहा णेयव्वं जाव वणस्सई । साणं तओ अणंतरं उवट्टित्ता सव्वओभद्दे णयरे मयूरत्ताए पच्चायाहिइ । से णं तत्थ साउणिएहिं वहिए समाणे तत्थेव सव्वओभद्दे णयरे सेट्ठिकुलंसि पुत्तत्ताए पच्चायाहिइ ।