________________
अध्ययन-१०/गंधूंश्री
૧૪૯
पियंगु भारिया णवण्हं मासाणं बहुपडिपुण्णाणं दारियं पयाया । णामं अंजूसिरी । सेसं जहा देवदत्ताए ।
ભાવાર્થ : ત્યાંથી નીકળીને તે આ જ વર્ધમાનપુર નગરમાં ધનદેવ નામના સાર્થવાહની પ્રિયંગુ નામની પત્નીના ઉદરમાં કન્યા રૂપે ઉત્પન્ન થઈ. ત્યાર પછી તે પ્રિયંગુએ નવમાસ પૂર્ણ થવા પર કન્યાને જન્મ આપ્યો અને તેનું નામ "અંજૂશ્રી" રાખ્યું. તેનું શેષ વર્ણન(નવમાં અધ્યયનમાં વર્ણિત) દેવદત્તાની જેમ જ भावु
७ तए णं से विजये राया आसवाहणियाए जहा वेसमणदत्ते तहा अंजुं पासइ । णवरं अप्पणो अट्ठाए वरेइ, जहा तेयली जाव अंजूए भारियाए सद्धिं उप्पि जाव विहरइ ।
ભાવાર્થ : ત્યાર પછી વિજયમિત્રે અશ્વક્રીડા કરવા માટે જતાં વૈશ્રમણદત્તની જેમ જ અંજૂશ્રીને જોઈ અને તેતલીપુત્ર અમાત્યની જેમ તે કન્યાની પોતાને માટે માંગણી કરી યાવત્ ઉન્નત પ્રાસાદોમાં(ઊંચા મહેલોમાં) અંજૂશ્રી સાથે આનંદપૂર્વક રહેવા લાગ્યા.
८ तए णं तीसे अंजूए देवीए अण्णया कयाइ जोणिसूले पाउब्भूए यावि होत्था । तए णं से विजये राया कोडुंबियपुरिसे सद्दावेइ, सद्दावित्ता एवं वयासीगच्छह णं तुमं देवाणुप्पिया ! वद्धमाणपुरे णयरे सिंघाडग जाव एवं वयह- एवं खलु देवाणुप्पिया ! विजयस्स रण्णो अंजूए देवीए जोणिसूले पाउब्भूए ! जो णं इच्छइ वेज्जो वा वेज्जपुत्तो वा जाणुओ वा जाणुयपुत्तो वा तेगिच्छिओ वा तेगिच्छियपुत्तो वा अंजूए देवीए जोणीसूले उवसामित्तए, तस्स णं विजए राया विडलं अत्थसंपयाणं दलयइ । तए णं ते कोडुंबियपुरिसा जाव उग्घोसेंति ।
ભાવાર્થ : કોઈ અન્ય સમયે અંજૂથ્રીના શરીરમાં યોનિથૂળ નામનો રોગ થયો. તેથી વિજય નરેશે કૌટુંબિક પુરુષોને કહ્યું– તમે લોકો વર્ધમાનપુર નગરના ત્રિપથ, ચતુષ્પથ યાવત્ સામાન્ય રસ્તાઓમાં જઈને આ પ્રમાણે ઉદ્ઘોષણા કરો કે– દેવી અંજૂશ્રીને યોનિથૂળ રોગ થયો છે તેથી જો કોઈ વૈદ્ય યા વૈદ્યપુત્ર, જાણકાર અથવા જાણકારનો પુત્ર, ચિકિત્સક અથવા તેનો પુત્ર તેના રોગને શાંત કરી દેશે, મટાડી દેશે તો તેને મહારાજ વિજયમિત્ર પુષ્કળ ધન આપશે. સેવકોએ રાજાની આજ્ઞાથી પૂર્વોક્ત ઉદ્ઘોષણા કરી.
९ तए णं ते बहवे वेज्जा वा ६, इमं एयारूवं उग्घोसणं सोच्चा णिसम्म जेणेव विजये राया तेणेव उवागच्छंति, उवागच्छित्ता अंजूए देवीए बहूहिं उप्पत्तियाहिं वेणइयाहिं कम्मियाहिं पारिणामियाहिं बुद्धीहिं परिणामेमाणा