________________
[ ૧૪૮]
શ્રી વિપાક સૂત્ર
રાજાના ઘરની અશોકવાટિકાની નજીકથી પસાર થતાં તેઓએ એક દુબળા શરીરવાળી, ભૂખી, માંસરહિત શરીરવાળી, જેના હાડકાં ખખડી રહ્યાં હતાં, જેની ચામડી હાડકાં સાથે ચોંટી ગઈ હતી, જેનાં હાડ ચામ જ બાકી રહ્યાં હતા, જે નીલા રંગની સાડી પહેરેલી તેમજ કષ્ટમય, કરુણાજનક અને દીનતાપૂર્ણ વચન બોલતી હતી, તેવી એક સ્ત્રીને જોઈ. તેને જોઈને વિચાર કરવા લાગ્યા, વગેરે સર્વ વૃત્તાંત પૂર્વવત્ જાણવો યાત ગૌતમ સ્વામી ભગવાન પાસે આવીને આ પ્રમાણે બોલ્યા- હે ભગવન્! એ સ્ત્રી પૂર્વભવમાં કોણ હતી? તેના ઉત્તરમાં ભગવાન મહાવીર સ્વામીએ આ પ્રમાણે કહ્યુંઅંજૂશ્રીનો પૂર્વભવ :| ४ एवं खलु गोयमा ! तेणं कालेणं तेणं समएणं इहेव जंबुद्दीवे दीवे भारहेवासे इंदपुरे णामं णयरे होत्था । तत्थ णं इंददत्ते राया । पुढविसिरी णामं गणिया होत्था । वण्णओ । तए णं सा पुढविसिरी गणिया इंदपुरे णयरे बहवे राईसर जाव पभिइओ बहूहिं विज्जापओगेहि य मंतपओगेहि य चुण्णप्पओगेहि य हियउड्डावणेहि य णिण्हवणेहि य पण्हवणेहि य वसीकरणेहि य आभिओगिएहि य अभिओगेत्ता उरालाई माणुस्सगाई भोगभोगाइ भुंजमाणी विहरइ । ભાવાર્થ : હે ગૌતમ ! તે કાલે અને તે સમયે આ જંબૂદીપ નામના દ્વીપના ભારત વર્ષમાં ઈન્દ્રપુર નામનું એક નગર હતું. ત્યાં ઈન્દ્રદત્ત નામના રાજા રાજ્ય કરતા હતા. તે નગરમાં 'પૃથ્વીશ્રી' નામની એક વેશ્યા રહેતી હતી. તેનું વર્ણન પૂર્વવર્ણિત કામધ્વજાની જેમ જાણવું. ઈન્દ્રપુર નગરમાં તે ગણિકા અનેક રાજા સમાન ઐશ્વર્યવાન યાવતું સાર્થવાહ આદિ લોકોને ચૂર્ણાદિ(વશીકરણ સંબંધી)ના પ્રયોગોથી વશમાં કરીને મનુષ્ય સંબંધી ઉદાર–મનોજ્ઞ કામભોગોનો ઈચ્છા પ્રમાણે ઉપભોગ કરતી રહેતી હતી. | ५ तए णं सा पुढविसिरी गणिया एयकम्मा एयप्पहाणा एयविज्जा एयसमायारा सुबहु पाव कम्म समिज्जिणित्ता पणतीस वाससयाई परमाउय पालइत्ता कालमासे कालं किच्चा छट्ठीए पुढवीए उक्कोसेणं वावीसं सागरोवम ट्ठिइएसु णेरइएसु णेरइयत्ताए उववण्णा । ભાવાર્થ : ત્યાર પછી તે તત્કર્મા, ત...ધાના, તદ્વિદ્યા અને તત્સમાચારા તે પૃથ્વીશ્રી વેશ્યા ઘણાં પાપકર્મોનું ઉપાર્જન કરીને ૩૫00 વર્ષનાં આયુષ્યને ભોગવીને મૃત્યુના અવસરે મૃત્યુ પામીને છઠ્ઠી નરકભૂમિની રર સાગરોપમની ઉત્કૃષ્ટ સ્થિતિવાળા નારકોમાં નારક રૂપે ઉત્પન્ન થઈ. અંજૂશ્રીનો વર્તમાન ભવ :| ६ सा णं तओ अणंतरं उवट्टित्ता इहेव वद्धमाणपुरे णयरे धणदेवस्स सत्थवाहस्स पियगु भारियाए कुच्छिसि दारियत्ताए उववण्णा । तए ण सा