________________
અધ્યયન–૧૦/એંજૂશ્રી
अध्ययन प्रारंभ :
દસમું અધ્યયન અંજૂશ્રી
१ दसमस्स उक्खेवो ।
१४७
भावार्थ :
દસમા અધ્યયનનો પ્રારંભ પ્રથમ અધ્યયનની જેમ જાણવો.
२ एवं खलु जंबू ! तेणं कालेणं तेणं समएणं वद्धमाणपुरे णामं णयरे होत्था । विजयवद्धमाणे उज्जाणे । मणिभद्दे जक्खे । विजयमित्ते राया । तत्थ णं धणदेवे णामं सत्थवाहे होत्था, अड्ढे जाव अपरिभूए । पियंगू णामं भारिया । अंजू दारिया जाव उक्किट्ठ सरीरा । समोसरणं, जाव परिसा पडिगया ।
ભાવાર્થ : હે જંબૂ ! તે કાલે અને તે સમયે વર્ધમાનપુર નામનું એક નગર હતું. ત્યાં વિજયવર્ધમાન નામનું ઉધાન હતું. તેમાં મણિભદ્ર યક્ષનું યક્ષાયતન હતું. ત્યાં વિજયમિત્ર નામના રાજા રાજ્ય કરતા હતા. ધનદેવ નામના સાર્થવાહ ત્યાં રહેતા હતા. તે ઘણા જ ધનવાન અને પ્રતિષ્ઠિત હતા. તેની પ્રિયંગુ નામની પત્ની હતી. તેની ઉત્કૃષ્ટ શરીરવાળી, સુંદર અંજૂ નામની એક બાલિકા હતી. એકવાર વિજયવર્ધમાન નામના ઉદ્યાનમાં શ્રમણ ભગવાન મહાવીર પધાર્યા યાવત્ પરિષદ ધર્મદેશના સાંભળી પાછી ફરી.
અંજૂશ્રીનો પરિચય :
३ तेणं कालेणं तेणं समएणं समणस्स भगवओ महावीरस्स जेट्ठे अंतेवासी जाव अडमाणे विजयमित्तस्स रण्णो गिहस्स असोगवणियाए अदूरसामंतेणं वीईवयमाणे पासइ एगं इत्थियं- सुक्कं भुक्खं णिम्मंसं, किडिकिडियाभूयं, अट्ठिचम्मावणद्धं णीलसाडगणियत्थं कट्ठाई कलुणाइं विस्सराइं कूवमाणि पास, पासित्ता चिंता तहेव जाव एवं वयासी- सा णं भंते ! इत्थिया पुव्वभवे का आसी ? वागरणं ।
ભાવાર્થ : તે સમયે શ્રમણ ભગવાન મહાવીરના જ્યેષ્ઠ શિષ્ય યાવત્ ભિક્ષાર્થ ભ્રમણ કરતાં, વિજયમિત્ર