________________
[ ૧૪૬]
શ્રી વિપાક સૂત્ર
વિ. દસમું અધ્યયન )
પરિચય :
આ અધ્યયનનું નામ 'અંજૂશ્રી' છે. તેમાં એક વેશ્યાના જીવનનો અને તેનાં ભાવિ પરિણામનો ઉલ્લેખ છે.
પ્રાચીન કાળમાં ભરતક્ષેત્રમાં ઈન્દ્રપુર નામનું નગર હતું. ત્યાં પૃથ્વીશ્રી નામની એક વેશ્યા રહેતી હતી. તે નગરના શેઠ, સેનાપતિ, રાજકર્મચારી આદિ નાગરિકોને વશીકરણ ચૂર્ણથી વશ કરી, તેઓની સાથે ભોગો ભોગવવામાં અત્યંત આસક્ત રહેતી. તેમાં તે પોતાનું કર્તવ્ય તથા આનંદ માનતી. આ પ્રકારે ૩૫૦૦ વર્ષ પસાર કર્યા. અંતે છઠ્ઠી નરકમાં ઉત્પન્ન થઈ. ત્યાં રર સાગરોપમ સુધી નરકનાં દુઃખો ભોગવી વર્ધમાન નગરમાં ધનદેવ સાર્થવાહની પુત્રી રૂપે જન્મ ધારણ કર્યો. તેનું નામ 'અંજૂશ્રી' રાખવામાં આવ્યું. યૌવનવય પ્રાપ્ત થતાં વિજયમિત્ર રાજા તેની ઉપર મોહિત થયો અને ધનદેવ સાર્થવાહ પાસે અંજૂશ્રીની માંગણી કરી. ધનદેવે બંનેના લગ્ન કરી દીધા. તેઓ બંને માનુષિક ભોગો ભોગવતાં રહેવા લાગ્યા.
5૮
કેટલાક સમય પછી ભોગાસક્ત અંજૂશ્રીની યોનિમાં શૂળવેદના ઉત્પન્ન થઈ. અંજૂશ્રી અસહ્ય વેદનાથી દીનતાપૂર્વક કરૂણ આક્રંદ કરવા લાગી. રાજાએ અનેક ઉપચાર કરાવ્યા. સર્વત્ર ઘોષણા કરાવી કુશળ વૈદ્યોને આમંત્રિત કરી ઈનામ જાહેર કર્યું. અનેક અનુભવી, કુશળ વૈદ્યો આવ્યા. ઘણા ઉપચાર કરવા છતાં બધા નિષ્ફળ ગયા.
અંજુશ્રી અસહાય થઈ આર્તધ્યાન કરવા લાગી. દુસ્સહ મહાવેદનાથી તેનું ઔદારિક શરીર ક્ષીણ થવા લાગ્યું. એક વખત ગૌતમસ્વામી રાજાની અશોકવાટિકા પાસેથી પસાર થતા હતા. તેમના કાને કરુણ શબ્દો પડ્યા. તેમણે જોયું કે રાજરાણી હાડપિંજર જેવી બની કરુણ વિલાપ કરી રહી હતી. ગૌતમ સ્વામીએ ભગવાન પાસે જઈને જોયેલા દેશ્યનું વર્ણન કરી પૂર્વભવ પૂગ્યો. તેના પૂર્વભવની વ્યથા સાંભળ્યા પછી ભવિષ્ય પૂછ્યું. ભગવાને ફરમાવ્યું કે
અંજૂશ્રી આ અસહ્ય વેદના ભોગવતી ૯૦ વર્ષની ઉંમરે મૃત્યુ પામશે અને પ્રથમ નરકમાં જશે. ત્યાર પછી નરક, તિર્યંચ આદિ યોનિમાં મૃગાપુત્રની સમાન ભવભ્રમણ કરશે. અંતે મોર બની શિકારી દ્વારા મૃત્યુ પામશે. પછી શ્રેષ્ઠીપુત્ર બની સંયમ સ્વીકારશે. સંયમ, તપની આરાધના કરી પ્રથમ દેવલોકમાં ઉત્પન્ન થશે. ત્યાંથી મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ લઈ તે જ ભવે મોક્ષે જશે.