________________
અધ્યયન-૯/દેવદત્તા.
| १४१ ।
जाव राया जाए पूसणंदी। ભાવાર્થ: ત્યાર પછી કોઈ સમયે મહારાજ વૈશ્રમણદત્ત મૃત્યુ પામ્યા. તેમના મૃત્યુ પર શોકગ્રસ્ત પુષ્પનંદીએ ઘણા મોટા સમારોહ સાથે તેમની અંતિમ ક્રિયા કરી યાવતું પુષ્પગંદી રાજા થઈ ગયા. | २४ तए णं से पूसणंदी राया सिरीए देवीए माइभत्ते यावि होत्था । कल्लाकल्लि जेणेव सिरीदेवी तेणेव उवागच्छइ, उवागच्छित्ता सिरीए देवीए पायवडणं करेइ, करित्ता सयपाग-सहस्सपागेहिं तेल्लेहिं अब्भंगावेइ, अट्ठिसुहाए, मंससुहाए, तयासुहाए रोमसुहाए चउव्विहाए संवाहणाए संवाहावेइ, संवाहावेता सुरभिणा गंधवट्टएणं उवट्टावेइ, उवट्टावेत्ता तिहिं उदएहिं मज्जावेइ, तं जहा- उसिणोदएणं, सीओदएणं, गंधोदएणं । विउलं असणं पाणं खाइमं साइमं भोयावेइ भोयावेत्ता सिरीए देवीए ण्हायाए जाव जिमियभुत्तुत्तरागयाए तओ पच्छा प्रहाइ वा, भुंजइ वा, उरालाई माणुस्सगाई भोगभोगाइं भुंजमाणे विहरइ ।
ભાવાર્થ : પુષ્પગંદી રાજા પોતાની માતા શ્રીદેવીનો પરમ ભક્ત હતો. તે હંમેશાં માતા શ્રીદેવી
જ્યાં પણ હોય ત્યાં જઈને શ્રીદેવીના ચરણોમાં પ્રણામ કરતો હતો, પ્રણામ કરીને શતપાક અને સહસપાક(સો ઔષધીઓ અને હજાર ઔષધીઓથી બનાવેલ) તેલની માલિશ કરી અસ્થિ, માંસ, ત્વચા અને રૂંવાડાને સુખકારી-શાતાકારી એવી ચાર પ્રકારની સંવાહન ક્રિયાથી શરીરને સુખ શાતા આપતો હતો. પછી સુગંધિત ચૂર્ણથી શરીરનું ઉવટન કરી ગરમ, ઠંડા અને સુગંધિત આવાં ત્રણ પ્રકારનાં પાણીથી સ્નાન કરાવતો, ત્યાર પછી વિપુલ અશનાદિનું ભોજન કરાવતો. આ પ્રમાણે શ્રીદેવીએ સ્નાન કરી લીધા પછી થાવત ભોજન કરી, કોગળા કરીને મુખના લેપને દૂર કરીને પરમ શુદ્ધ થઈ ગયા પછી જ પુષ્પનંદી સ્નાન કરતો અને ભોજન કરતો હતો. પછી મનુષ્ય સંબંધી ભોગોનો ઉપભોગ કરતો આ રીતે તે માતાની ભક્તિ સાથે જીવન જીવતો હતો. | २५ तए णं तीसे देवदत्ताए देवीए अण्णया कयाइ पुव्वरत्तावरत्तकालसमयसि कुडुंबजागरियं जागरमाणीए इमेयारूवे जाव मणोगए संकप्पे समुपण्णे- एवं खलु पूसणंदी राया सिरीए देवीए माइभत्ते समाणे जाव विहरइ । तं एएणं वक्खेवेणं णो संचाएमि अहं पूसणंदिणा रण्णा सद्धिं उरालाई माणुस्सगाई भोगभोगाइं जमाणी विहरित्तए । तं सेयं खलु ममं सिरि देवि अग्गिप्पओगेण वा सत्थप्पओगेण वा विसप्पओगेण वा मंतप्पओगेण वा जीवियाओ ववरोवित्तए, ववरोवेत्ता पूसणंदिणा रण्णा सद्धिं उरालाई माणुस्सगाई