________________
| १४०।
શ્રી વિપાક સૂત્ર
विउलं असणं ४ उवक्खडावेइ, उवक्खडावेत्ता मित्त णाइ णियग सयण संबंधि परियणं आमतेइ, जावसक्कारेइ सम्माणेइ सक्कारिता सम्माणित्ता पूसणदिकुमार देवदत्तं च दारियं पट्टयं दुरुहेइ, दुरुहित्ता सेयापीएहिं कलसेहिं मज्जावेइ, मज्जावेत्ता वरणेवत्थाई करेइ, करेत्ता अग्गिहोमं करेइ, करेत्ता पूसणंदिकुमारं देवदत्ताए दरियाए पाणिं गिण्हावेइ ।
तए णं से वेसमणे राया पूसणंदिस्स कुमारस्स देवदत्तं दारियं सव्विड्डीए जावरवेणं महया इड्डीसक्कारसमुदएणं पाणिग्गहणं कारेइ, करेत्ता देवदत्ताए दारियाए अम्मापियरो मित्त जावपरियणंच विउलेणं असणपाणखाइमसाइमेणं वत्थगंधमल्लालं कारेण य सक्कारेइ सम्माणेइ सक्कारेत्ता सम्माणेत्ता पडिविसज्जेइ ।।
तए णं से पूसणंदी कुमारे देवदत्ताए सद्धिं उप्पि पासायवरगए फुट्टमाणेहिं मुइंगमत्थएहिं बत्तीसइबद्धणाडएहिं उवगिज्जमाणे उवगिज्जमाणे उवलालिज्जमाणे उवलालिज्जमाणे इढे सद्द-फरिस-रस-रूव-गंधे विउले माणुस्सए कामभोगे पच्चणुभवमाणे विहरइ । ભાવાર્થ ? ત્યારે રાજા વૈશ્રમણ અર્પણ કરાયેલી તે દેવદત્તા કન્યાને જોઈને અત્યંત હર્ષિત અને સંતુષ્ટ થયા. વિપુલ અશનાદિ તૈયાર કરાવ્યા અને મિત્રો, જ્ઞાતિજનો, નિજક, સ્વજન, સંબંધી અને પરિજનોને આમંત્રિત કરીને વાવત (તેમને ભોજન કરાવ્યું અને પુષ્પ, વસ્ત્ર, ગંધ, માળા અને અલંકાર આદિથી) તેઓનો સત્કાર કર્યો, સન્માન કર્યું. ત્યાર પછી કુમાર પુષ્પનંદી અને કુમારી દેવદત્તાને બાજોઠ પર બેસાડીને સફેદ અને પીળા અર્થાત્ ચાંદી અને સોનાના કળશોથી સ્નાન કરાવ્યું. ત્યાર પછી તેમને સુંદર વેષભૂષાથી સુસજ્જિત કરાવીને હવન કરાવ્યો. હવન કર્યા બાદ કુમાર પુષ્પનંદી અને કુમારી દેવદત્તાનું પરસ્પર હાથ ગ્રહણ કરાવ્યું.
ત્યાર પછી તે વૈશ્રમણદત્ત રાજા, કુમાર પુષ્પનંદી અને દેવદત્તાના, સંપૂર્ણ ઋદ્ધિ યાવત મહાન વાધ-ધ્વનિ કરતાં મોટા સમારોહ સાથે ઠાઠમાઠથી કુમાર પુષ્પનંદી અને કુમારી દેવદત્તાનો વિવાહવિધિ સંસ્કાર સંપન્ન કર્યો. વિવાહવિધિ પૂર્ણ થયા પછી તે દેવદત્તાનાં માતાપિતા તથા તેમની સાથે આવેલાં બીજાં મિત્રજનો યાવત્ પરિજનોનો પણ વિપુલ અશનાદિથી તથા વસ્ત્ર, ગંધ, માળા અને અલંકારોથી સત્કાર કર્યો, સન્માન કર્યું તથા સત્કાર, સન્માન કર્યા પછી તેમને વિદાય કર્યા.
ત્યાર પછી તે રાજકુમાર પુષ્પનંદી શ્રેષ્ઠીપુત્રી દેવદત્તાની સાથે ઉત્તમ મહેલમાં, વિવિધ પ્રકારનાં વાદ્યો અને જેમાં મૃદંગ વાગી રહ્યાં છે તેવાં ૩ર પ્રકારનાં નાટકો દ્વારા, ગીતો અને ધ્વનિઓની સાથે ઈષ્ટ મનોજ્ઞ શબ્દ, સ્પર્શ, રસ, રૂપ અને ગંધ રૂપ મનુષ્ય સંબંધી ભોગ ભોગવતાં રહેવા લાગ્યા. | २३ तए णं से वेसमणे राया अण्णया कयाइ कालधम्मुणा संजुत्ते । णीहरणं