________________
અધ્યયન–૯/દેવદત્તા
તે અંતરંગ પુરુષોનું આ કથન સાંભળી દત્ત સાર્થવાહ બોલ્યા− દેવાનુપ્રિયો ! મારા માટે આ જ મોટી ભેટ છે કે મહારાજ વૈશ્રમણદત્ત મારી આ કન્યાને ગ્રહણ કરીને મારા પર અનુગ્રહ કરી રહ્યા છે.
૧૩૯
પછી દત્ત સાર્થવાહે તે બધાનો પુષ્પ, વસ્ત્ર, ગંધ, માળા તથા અલંકારાદિથી યથોચિત સત્કાર– સન્માન કર્યું ને તેમને વિદાય આપી. અંતરંગ પુરુષો મહારાજ વૈશ્રમણ પાસે આવ્યા અને તેમને સંપૂર્ણ વૃત્તાંત કહી સંભળાવ્યો.
२१ तए णं से दत्ते गाहावई अण्णया कयाइ सोहणंसि तिहि - करण-दिवस णक्खत्त मुहुत्तंसि विडलं असणं पाणं खाइमं साइमं उवक्खडावेइ, उवक्खडावेत्ता મિત્ત-બાફ-ળિયા-સયળ-સંબંધિ-પરિયળ આમતેર્ । ન્હાÇ નાવ વિભૂતિ सुहासणवरगए तेण मित्त णाइ जाव सद्धिं संपरिवुडे तं विउलं असणं पाणं खाइमं साइमं आसाएमाणे विहरइ । जिमियभुत्तुत्तरागए वि य णं आयंते चोक्खे परमसुइभूए तं मित्तणाइणियगसयण - संबंधिपरियणं विउलेणं पुप्फवत्थ-गंध-मल्लालंकारेणं सक्कारेइ सम्माणेइ, सक्कारित्ता सम्माणेत्ता देवदत्तं दारियं ण्हायं जाव विभूसियसरीरं पुरिससहस्सवाहिणि सीयं दुरुहेइ, दुरुहेत्ता सुबहु मित्त जावसद्धिं संपरिवुडे सव्विड्डीए जाव दुंदुहिणिग्घोस णाइयरवेणं रोहीडयं णयरं मज्झमज्झेणं जेणेव वेसमणरण्णो गिहे, जेणेव वेसमणे राया, तेणेव उवागच्छइ, उवागच्छित्ता करयल परिग्गहियं जाव वद्धावेइ, वद्धावेत्ता वेसमणस्स रण्णो देवदत्तं दारियं उवणेइ ।
ભાવાર્થ : ત્યાર પછી કોઈ સમયે દત્ત ગાથાપતિએ શુભતિથિ, કરણ, દિવસ, નક્ષત્ર અને મુહૂર્તમાં વિપુલ અશનાદિ સામગ્રી તૈયાર કરાવી, તૈયાર કરાવીને મિત્ર, જ્ઞાતિ, નિજક, સ્વજન સંબંધી તથા પરિજનોને આમંત્રણ આપી સ્નાનાદિ કરીને યાવત્ વિભૂષિત થઈને, સુખપ્રદ આસન પર બેસીને, તે વિપુલ અશનાદિ સામગ્રીનું મિત્ર, જ્ઞાતિ, સ્વજન, સંબંધી અને પરિજનોની સાથે આસ્વાદન, વિસ્વાદન કર્યા પછી કોગળા કરી લીધા અને ભોજન કર્યા પછી મુખમાં રહેલા ભોજનના લેપને દૂર કરી એકદમ શુદ્ધ થઈને મિત્ર, જ્ઞાતિ, નિજક, સ્વજન, સંબંધીઓનો વિપુલ પુષ્પ, વસ્ત્ર, ગંધ, માળા અને અલંકારથી સત્કાર કર્યો, સન્માન કર્યું. ત્યાર પછી સ્નાન કરી યાવત્ શારીરિક આભૂષણોથી વિભૂષિત કુમારી દેવદત્તાને એક હજાર પુરુષો ઉપાડી શકે તેવી શિબિકા—પાલખીમાં બેસાડી, બેસાડીને મિત્રો, જ્ઞાતિજનો આદિથી ઘેરાયેલો સર્વ પ્રકારની ઋદ્ધિ તથા વાજિંત્રાદિના શબ્દો સાથે વાજતે—ગાજતે રોહીતક નગરની મધ્યમાં થઈને જ્યાં મહારાજ વૈશ્રમણનું ઘર હતું અને જ્યાં વૈશ્રમણ રાજા હતા ત્યાં આવ્યો અને તે દત્ત સાર્થવાહે હાથ જોડીને યાવત્ રાજાને વધાવ્યા, વધાવીને વૈશ્રમણરાજાને દેવદત્તા કન્યા અર્પણ કરી દીધી.
पासित्ता हट्ठतुट्ठ
२२ तए णं से वेसमणे राया देवदत्तं दारियं उवणीयं पास,