________________
| १३८ ।
શ્રી વિપાક સૂત્ર
उवागच्छित्था । तए णं से दत्ते सत्थवाहे ते पुरिसे एज्जमाणे पासइ, पासित्ता हट्ठतुढे आसणाओ अब्भुढेइ, अब्भुट्ठित्ता सत्तट्ठपयाई पच्चुग्गए आसणेणं उवणिमंतेइ, उवणिमंतित्ता ते पुरिसे आसत्थे विसत्थे सुहासणवरगए एवं वयासी- संदिसंतु णं देवाणुप्पिया! किं आगमणप्पओयणं?
__ तए णं ते रायपुरिसा दत्तं सत्थवाहं एवं वयासी- अम्हे णं देवाणुप्पिया ! तव धूयं कण्हसिरीए अत्तयं देवदत्तं दारियं पूसणंदिस्स जुवरण्णो भारियत्ताए वरेमो । तं जइ णं जाणासि देवाणुप्पिया ! जुत्तं वा पत्तं वा सलाहणिज्जं वा सरिसो वा संजोगो, दिज्जउ णं देवदत्ता भारिया पूसणंदिस्स जुवरण्णो । भण, देवाणुप्पिया ! किं दलयामो सुक्कं ?
तए णं से दत्ते गाहावई ते अभितरठाणिज्जे पुरिसे एवं वयासी- एवं चेव देवाणुप्पिया मम सुक्कं जणं वेसमणे राया मम दारियाणिमित्तेणं अणुगिण्हइ ।
ते अभितरठाणिज्जे पुरिसे विउलेणं पुप्फ-वत्थ-गंध-मल्लालंकारेणं सक्कारेइ, सम्माणेइ सक्कारिता सम्माणित्ता पडिविसज्जेइ ।
तए णं ते अभितरठाणिज्जपुरिसा जेणेव वेसमणे राया तेणेव उवागछंति, उवागच्छित्ता वेसमणस्स रण्णो एयमटुं णिवेदेति ।
ભાવાર્થ : ત્યાર પછી તે અંતરંગ પુરુષો વૈશ્રમણ રાજાની આ આજ્ઞાને હર્ષિત હૃદયે હાથ જોડી, સન્માનપૂર્વક સ્વીકારીને, પોતાના ઘેર જઈ સ્નાન કરીને, રાજસભામાં પ્રવેશ કરવા યોગ્ય ઉત્તમ વસ્ત્રો પહેરીને દત્ત સાર્થવાહના ઘેર ગયા. તેમને આવતા જોઈને દત્ત સાર્થવાહ અત્યંત પ્રસન્નતા પ્રગટ કરતાં આસન ઉપરથી ઊઠીને તેમના સત્કાર માટે સાત-આઠ પગલાં આગળ ગયા. તેમનું સ્વાગત કરીને આસન પર બેસવાની પ્રાર્થના કરી. ત્યાર પછી ગતિજન્ય થાક દૂર થવાથી સ્વસ્થ થયેલા અને વિશેષરૂપે સ્વસ્થતા પ્રાપ્ત કરેલ તેમજ સુખપૂર્વક ઉત્તમ આસન પર બેઠેલા તે રાજપુરુષોને દત્તે આ પ્રમાણે કહ્યું- હે દેવાનુપ્રિયો ! આજ્ઞા આપો. આપના શુભ આગમનનું શું પ્રયોજન છે? અર્થાત્ હું આપના આગમનનું કારણ જાણવા ઈચ્છું છું.
દત્ત સાર્થવાહે આ પ્રમાણે પૂછયું ત્યારે આવેલા તે રાજપુરુષોએ કહ્યું- હે દેવાનુપ્રિય ! અમે આપની પુત્રી અને કૃષ્ણશ્રીની આત્મજા દેવદત્તા નામની કન્યાને યુવરાજ પુષ્પનંદી માટે પત્ની રૂપે માગવા માટે આવ્યા છીએ. જો અમારી આ માગણી આપને યોગ્ય, અવસર પ્રાપ્ત, શ્લાઘનીય તથા વરવધૂનો આ સંયોગ અનુરૂપ લાગતો હોય તો દેવદત્તાને યુવરાજ પુષ્પનંદી માટે આપો અને એને માટે હે દેવાનુપ્રિય ! આપને શી ભેટ આપવામાં આવે તે કહો.