________________
[ ૧૪૨ ]
શ્રી વિપાક સૂત્ર
भोगभोगाइं भुंजमाणीए विहरित्तए, एवं संपेहेइ संपेहित्ता सिरीए देवीए अंतराणि य छिद्दाणि य विवराणि य पडिजागरमाणी विहरइ ।
ભાવાર્થ : ત્યાર પછી કોઈ વખત રાત્રિના સમયે કુટુંબ સંબંધી ચિંતાઓથી વ્યગ્ર થયેલી દેવદત્તા જાગતી હતી, તે વખતે તેના હૃદયમાં એવો સંકલ્પ થયો કે– મહારાજ પુષ્પનંદી શ્રીદેવી માતાનો પરમ ભક્ત છે યાવત માતાની સેવામાં જ રાજા લીન રહે છે. આ વિનને કારણે હું મહારાજ પુષ્પનંદી સાથે મનષ્ય સંબંધી ઉત્તમ વિષય ભોગોનો ઈચ્છિત ઉપભોગ કરી શકતી નથી, તેથી મારા માટે હવે એ જ યોગ્ય છે કે અગ્નિ, શસ્ત્ર, વિષ અથવા મંત્રના પ્રયોગથી શ્રીદેવીને મારી નાખવી, પછી મહારાજ પુષ્પનંદી સાથે ઉદાર, પ્રધાન મનુષ્ય સંબંધી વિષય ભોગોનો ઈચ્છા મુજબ ઉપભોગ કરું; એવો વિચાર કરીને તે શ્રીદેવીને મારવા માટે અંતર(જ્યારે રાજા ન આવે ત્યારે) છિદ્ર(રાજ પરિવારની કોઈપણ વ્યક્તિ ન હોય) અને વિવર(જે સમયે કોઈ સામાન્ય મનુષ્ય પણ ન હોય એવા સમય)ની પ્રતીક્ષા કરતી સમય પસાર કરતી હતી. | २६ तए णं सा सिरीदेवी अण्णया कयाइ मज्जाइया विरहियसयणिज्जसि सुहपसुत्ता जाया यावि होत्था । इमं च णं देवदत्ता देवी जेणेव सिरीदेवी तेणेव उवागच्छइ, उवागच्छित्ता, सिरिं देवि मज्जाइयं विरहियसयणिज्जसि सुहपसुत्तं पासइ, पासेत्ता दिसालोयं करेइ, करेत्ता जेणेव भत्तघरे तेणेव उवागच्छइ, उवागच्छित्ता लोहदंडं परामुसइ, परामुसित्ता लोहदंडं तावेइ, तत्तं समजोइभूयं फुल्लकिंसुयसमाण संडासएणं गहाय जेणेव सिरीदेवी तेणेव उवागच्छइ, उवागच्छित्ता सिरीए देवीए अवाणंसि पक्खिवइ ।
तए णं सा सिरीदेवी महया-महया सद्दे णं आरसित्ता कालधम्मुणा संजुत्ता । ભાવાર્થ ? ત્યાર પછી કોઈ વખતે શ્રીદેવી એકાંતમાં પોતાની શય્યા પર સુખપૂર્વક સૂતેલી હતી. આ બાજુ દેવદત્તા પણ જ્યાં શ્રીદેવી હતાં ત્યાં આવી. સ્નાન કરેલ અને એકાંતમાં શય્યા પર સુખપૂર્વક સૂતેલી શ્રીદેવીને તેણે જોઈ. કોઈ મને જોતું નથીને! એ નિર્ણય કરવા માટે ચારે બાજુ જોયું. ત્યાર પછી જ્યાં રસોડું હતું ત્યાં આવી, આવીને એક લોખંડના સળિયાને લીધો, લોખંડના સળિયાને અગ્નિમાં તપાવ્યો.
જ્યારે તે સળિયો અગ્નિ જેવો અને કેસૂડાનાં ફૂલ જેવો લાલ થઈ ગયો ત્યારે તેને સાણસીથી પકડીને જ્યાં શ્રીદેવી હતી ત્યાં આવી, આવીને તે તપાવેલા લોઢાના સળિયાને શ્રીદેવીના મળદ્વારમાં(ગુદામાં) ખૂંચાડી દીધો. તે સળિયો ખૂંચાડવાથી મોટી ચીસ પાડીને આકંદન કરતી શ્રીદેવી તે જ સમયે મૃત્યુ પામી. २७ तए णं तीसे सिरीए देवीए दासचेडीओ आरसियसई सोच्चा णिसम्म जेणेव सिरी देवी तेणेव उवागच्छति, उवागच्छित्ता देवदत्तं देविं तओ