________________
| १३
|
શ્રી વિપાક સૂત્ર
મૃત્યુ પામી ઉત્કૃષ્ટ રર સાગરોપમની સ્થિતિવાળી છઠ્ઠી નરકભૂમિમાં નારકી રૂપે ઉત્પન્ન થયો. ત્યાર પછી તે સિંહસેન રાજાનો જીવ છઠ્ઠી નરકની સ્થિતિ પૂર્ણ થતાં ત્યાંથી નીકળીને આ જ રોહીતક નગરમાં દત્ત સાર્થવાહની "કૃષ્ણશ્રી" નામની પત્નીના ઉદરમાં પુત્રી રૂપે ઉત્પન્ન થયો. દેવદત્તાનો વર્તમાન ભવ :| १६ तए णं सा कण्हसिरी णवण्हं मासाणं बहुपडिपुण्णाणं जाव दारियं पयाया सुउमालपाणिपाया जाव सुरूवा । तए णं तीसे दारियाए अम्मापियरो णिव्वत्त बारसाहियाए विउलं असणं पाणं खाइमं साइमं उवक्खडावेंति, उवक्खडावेत्ता जाव मित्त-णाइ-णियग-सयण-संबंधि परियणस्स पुरओ णामधेज करेंति- होउ णं दारिया देवदत्ता णामेणं, तए णं सा देवदत्ता दारिया पंचधाईपरिग्गहिया जाव परिवड्डइ । ભાવાર્થ ? ત્યાર પછી તે કૃષ્ણશ્રીએ લગભગ નવ માસ પરિપૂર્ણ થતાં એક કન્યાને જન્મ આપ્યો. જે અત્યંત કોમળ હાથપગવાળી અને અત્યંત રૂપવતી હતી. ત્યાર પછી તે કન્યાનાં માતાપિતાએ બારમે દિવસે ઘણું અશનાદિ તૈયાર કરાવ્યું કાવત્ મિત્ર, જ્ઞાતિ, નિજક, સ્વજન, સંબંધીજન તથા પરિજનોની સામે કન્યાનું નામકરણ સંસ્કાર કરતાં કહ્યું કે અમારી આ કન્યાનું નામ "દેવદત્તા" રાખવામાં આવે છે. ત્યાર પછી તે દેવદત્તા પાંચ ધાવમાતાઓના સંરક્ષણપૂર્વક મોટી થવા લાગી. | १७ तए णं सा देवदत्ता दारिया उम्मुक्कबालभावा जाव जोव्वणेण य रूवेण लावण्णेण य अईव-अईव उक्किट्ठा उक्किट्ठसरीरा यावि होत्था ।
तए णं सा देवदत्ता दारिया अण्णया कयाइ ण्हाया जाव विभूसिया बहूहिं खुज्जाहिं जाव परिक्खित्ता उप्पि आगासतलगंसि कणगतिंदूसएणं कीलमाणी विहरइ । ભાવાર્થ : પછી તે દેવદત્તા બાલ્યાવસ્થાને છોડીને યૌવન, રૂપ અને લાવણ્યથી અત્યંત ઉત્તમ અને ઉત્કૃષ્ટ શરીરવાળી થઈ.
- એકવાર તે દેવદત્તાસ્નાન કરીને, સમસ્ત આભૂષણોથી વિભૂષિત થઈને કુબ્બા આદિઘણી દાસીઓ સાથે પોતાના મકાન ઉપર અગાસીમાં સોનાના દડાથી રમતી હતી. १८ इमं च णं वेसमणदत्ते राया हाए जाव विभूसिए आसं दुरुहइ, दुरुहित्ता बहूहिं पुरिसेहिं सद्धिं संपरिवुडे आसवाहिणियाए णिज्जायमाणे दत्तस्स सत्थवाहस्स गिहस्स अदूरसामतेण वीइवयइ । तए ण से वेसमणे राया जाव