________________
અધ્યયન-દેવદત્તા .
૧૩૫ ]
हि य उवगीयमाणाई उवगीयमाणाई विहरति । ભાવાર્થ ? ત્યાર પછી સિંહસેન રાજાએ કૌટુંબિક પુરુષોને બોલાવીને કહ્યું- હે દેવાનુપ્રિયો ! તમે જાઓ અને વિપુલ અશનાદિ તથા અનેક પ્રકારનાં પુષ્પો, વસ્ત્રો, સુગંધિત પદાર્થો, માળાઓ તથા અલંકારોને કૂટાકારશાળામાં પહોંચાડો. કૌટુંબિક પુરુષોએ મહારાજની આજ્ઞાનુસાર બધી સામગ્રી ત્યાં પહોંચાડી ત્યાર પછી સર્વ પ્રકારના અલંકારોથી વિભૂષિત તે ૪૯૯ રાણીઓની માતાઓએ તે વિપુલ અશનાદિક તથા સુરા આદિ સામગ્રીનું આસ્વાદનાદિ કર્યું. યથારૂચિ ઉપભોગ કર્યો અને ગંધર્વોએ (ગાયકોએ) તેની પ્રશંસાનાં ગીતો ગાયાં, ગાયકો તથા નર્તકોએ સંગીત અને નૃત્ય દ્વારા સ્વાગત કર્યું અને પ્રશંસા કરી. આ પ્રમાણે આનંદપૂર્વક તે રહેવા લાગી અર્થાત્ ભોજન તથા મધપાન કરીને નાચ-ગાનમાં મસ્ત થઈ ગઈ. १४ तए णं से सीहसेणे राया अद्धरत्तकालसमयसि बहूहिं पुरिसेहिं सद्धिं संपरिवुडे जेणेव कूडागारसाला तेणेव उवागच्छइ उवागच्छित्ता, कूडागारसालाए दुवाराई पिहेइ, पिहित्ता कूडागारसालाए सव्वओ समंता अगणिकायं दलयइ ।
तए णं तासिं एगुणगाणं पच्चण्हं देवीसयाणं एगूणागाइं पंचमाइसयाई सीहसेणेण रण्णा आलिवियाई समाणाई रोयमाणाई कंदमाणाई विलवमाणाई अत्ताणाई असरणाई कालधम्मुणा संजुत्ताई । ભાવાર્થ ? ત્યાર પછી સિંહસેન રાજા અદ્ધરાત્રિના સમયે અનેક પુરુષોની સાથે કૂટાગારશાળા પાસે આવીને કૂટાગારશાળાના બધા દરવાજા બંધ કરાવી દીધા અને તેની ચારે બાજુ આગ લગાવી દીધી.
ત્યાર પછી મહારાજા સિંહસેન દ્વારા લગાવેલી આગથી ત્રાણ અને શરણથી રહિત એવી તે ૪૯૯ રાણીઓની માતાઓ રુદન, આકંદન અને વિલાપ કરતી મૃત્યુ પામી. १५ तए णं से सीहसेणे राया एयकम्मे एयप्पहाणे एयविज्जे एयसमायारे सुबहु पावकम्मं समज्जिणित्ता चोत्तीसं वाससयाई परमाउयं पालइत्ता कालमासे कालं किच्चा छट्ठीए पुढवीए उक्कोसेणं बावीससागरोवम ट्ठिइएसु णेरइयेसु णेरइयत्ताए उववण्णे । से णं तओ अणंतरं उवट्टित्ता इहेव रोहीडए णयरे दत्तस्स सत्थवाहस्स कण्हसिरीए भारियाए कुच्छिसि दारियत्ताए उववण्णे ।
ભાવાર્થ : ત્યાર પછી મહારાજ સિંહસેન આવા પ્રકારનાં કર્મ-કાર્યોથી, આવી વિદ્યા બુદ્ધિથી, આવા પ્રકારનાં આચરણથી અત્યધિક પાપકર્મોનું ઉપાર્જન કરીને ૩૪૦૦ વર્ષનું પરમ આયુષ્ય ભોગવીને