________________
| १३४ ।
શ્રી વિપાક સૂત્ર
ભાવાર્થ : આ સાંભળી મહારાજ સિંહસેને શ્યામાદેવીને આ પ્રમાણે કહ્યું- હે દેવાનુપ્રિયે! તું આ પ્રમાણે હતોત્સાહ થઈને આર્તધ્યાન ન કર, હું એવો ઉપાય કરીશ કે જેથી તારા શરીરને કોઈથી કોઈ પણ પ્રકારની આબાધા-થોડી પણ પીડા તથા પ્રબાધા-વિશેષ બાધા થઈ શકશે નહીં. આ રીતે શ્યામાદેવીને ઈષ્ટ, કાંત, પ્રિય, મનોજ્ઞ, મનોહર વચનોથી આશ્વાસન આપ્યું અને ત્યાંથી ચાલ્યા ગયા. ત્યારપછી તેઓએ અનુચર પુરુષોને બોલાવ્યા અને કહ્યું કે તમે જાઓ અને સુપ્રતિષ્ઠિત નગરની બહાર પશ્ચિમદિશામાં એક મોટી, સેંકડો સ્તંભોથી યુક્ત, પ્રાસાદીય, દર્શનીય, અભિરૂપ, અને પ્રતિરૂપ હોય અર્થાત્ જોવામાં અત્યંત સુંદર, કૂદાકારશાળા બનાવો.
તે કૌટુંબિક પુરુષો અનુચરો બંને હાથ જોડી, મસ્તક પર અંજલિ રાખી, રાજાની આજ્ઞાને માથે ચડાવી ત્યાંથી રવાના થયા. તેઓએ સુપ્રતિષ્ઠિત નગરની બહાર પશ્ચિમ દિશામાં એક વિશાળ અને અનેક સ્તંભોવાળી તથા પ્રાસાદીય, દર્શનીય, અભિરૂપ અને પ્રતિરૂપ અર્થાત્ અત્યંત મનોહર લૂટાકાર શાળા તૈયાર કરાવી અને તેની સૂચના મહારાજ સિંહસેનને આપી. |१२ तए णं से सीहसेणे राया अण्णया कयाइ एगूणगाणं पंचण्हं देवीसयाणं एगूणाई पंचमाइसयाई आमंतेइ । तए णं तासिं एगूणगाणं पंचण्हं देवीसयाणं एगूणाई पंचमाइसयाईसीहसेणेणं रण्णा आमंतियाई समाणाइंसव्वालंकारविभूसियाई जहाविभवेणं जेणेव सुपइटे णयरे, जेणेव सीसेणे राया, तेणेव उवागच्छति । तए णं से सीहसेणे राया एगूणगाणं पंचदेवीसयाणं एगूणगाणं पंचमाइसयाणं कूडागारसालं आवास दलयइ । ભાવાર્થ : ત્યાર પછી સિંહસેન રાજાએ પોતાની ૪૯૯ રાણીઓની ૪૯૯ માતાઓને આમંત્રણ આપ્યું. સિંહસેન રાજાનું આમંત્રણ મળતાં ૪૯૯ માતાઓ વસ્ત્રો અને આભૂષણો વગેરેથી સર્વ પ્રકારે સુસજ્જિત થઈ પોતપોતાના વૈભવ પ્રમાણે સુપ્રતિષ્ઠિત નગરમાં મહારાજ સિંહસેનની પાસે આવી. મહારાજ સિંહસેને તે રાણીઓની ૪૯૯ માતાઓને રહેવા માટે કૂટાકાર શાળામાં ઉતારો આપ્યો. | १३ तए णं से सीहसेणे राया कोडुंबियपुरिसे सद्दावेइ, सद्दावित्ता एवं वयासी- गच्छह णं तुब्भे देवाणुप्पिया ! विउलं असणं पाणं खाइमं साइमं उवणेह, सुबहुं पुप्फ-वत्थ-गंध-मल्लालंकारं च कूडागारसालं साहरह ।
तए णं ते कोडुंबियपुरिसा तहेव जाव साहरति ।
तए णं तासि एगूणगाणं पंचण्हं देवीसयाणं एगूणगाई पंचमाइसयाई सव्वालंकारविभूसियाइं तं विउलं असणं पाणं खाइमं साइम, सुरं च महुंच मेरगं च जाइं च सीधुं च पसण्णं च आसाएमाणाई-४, गंधव्वेहि य णाडए