________________
અધ્યયન–૯/દેવદત્તા
१३३
अपरिजाणमाणे विहरइ, तं सेयं खलु अम्हं सामं देवि अग्गिप्पओगेण वा विसप्पओगेण वा सत्थप्पओगेण वा जीवियाओ ववरोवित्तए, एवं संपेर्हेति, संपेहित्ता मम अंतराणि य छिद्दाणि य विवराणि य पडिजागरमाणीओ विहरति । तं णज्जइ णं सामी ! ममं केणइ कुमारेण मारिस्संति त्ति कट्टु भीया जाव झियामि ।
I
ભાવાર્થ : સિંહસેન રાજા આ વૃત્તાંત જાણી કોપભવનમાં શ્યામારાણી પાસે આવ્યા. ત્યાં શ્યામાને ઉદાસીન, નિરાશ, ચિંતિત, નિસ્તેજ જોઈને આ પ્રમાણે કહ્યું– હે દેવાનુપ્રિયે ! તું આ પ્રમાણે ઉદાસીન યાવત્ ચિંતિત કેમ છે ?
સિંહસેનરાજાનું આ કથન સાંભળી દૂધના ઉફાળાની જેમ દુઃખ અને ભયથી છાતીમાં ડૂમો ભરેલા વચનોથી રાણી સિંહરાજાને આ પ્રમાણે કહેવા લાગી–
હે સ્વામી ! મારી ૪૯૯ શોક્યોની ૪૯૯ માતાઓએ આ વૃત્તાંત(મારા પર તમારો સ્નેહ) જાણીને પરસ્પર મળીને નિશ્ચય કર્યો છે કે– મહારાજ સિંહસેન શ્યામાદેવીમાં અત્યંત આસક્ત થઈને આપણી કન્યાઓનો આદર સત્કાર કરતો નથી, તેમનું ધ્યાન પણ નથી રાખતો, તેમનો અનાદર કરે છે તેથી આપણે માટે એ જ ઊચિત છે કે અગ્નિ, વિષ અથવા કોઈ શસ્ત્રના પ્રયોગથી શ્યામાનો અંત કરી નાખીએ. આ પ્રમાણે તેમણે નિશ્ચય કરી લીધો છે અને તે પ્રમાણે તેઓ અંતર, છિદ્ર અને વિવરની પ્રતીક્ષા કરી રહ્યા છે. ન જાણે તેઓ મને કેવા કમોતે મારશે ? તેથી ભયભીત થયેલી હું અહીં આવીને આર્તધ્યાન કરું છું.
११ तणं से सीहणे राया सामं देविं एवं वयासी- मा णं तुमं देवाणुप्पिए ! ओहयमणसंकप्पा जाव झियाहि । अहं णं तहा जत्तिहामि जहा णं तव णत्थि कत्तो वि सरीरस्स आवाहे वा पवाहे वा भविस्सइ त्ति कट्टु ताहिं इट्ठाहिं कंताहिं पियाहिं मणुणाहिं मणामाहिं वग्गूहिं समासासेइ, समासासित्ता तओ पडिणिक्खमइ, पडिणिक्खमित्ता कोडुंबियपुरिसे सद्दावेइ, सद्दावेत्ता एवं वयासी- गच्छह णं तुब्भे, देवाणुप्पिया ! सुपइट्ठस्स णयरस्स बहिया पच्चत्थिमे दिसिभाए एगं महं कूडागारसालं करेह, अणेगखंभसय संणिविट्ठ पासादीयं दरिसाणिज्जं अभिरूवं पडिरूवं करेह, ममं एयमाणत्तियं पच्चप्पिणह ।
तए णं ते कोडुंबियपुरिसा करयल जाव पडिसुर्णेति, पडिसुणित्ता सुपइट्ठणयरस्स बहिया पच्चत्थिमे दिसीभाए एगं महं कूडागारसालं जाव करेंति करित्ता जेणेव सीहसेणे राया तेणेव उवागच्छंति, उवागच्छित्ता तमाणत्तियं पच्चप्पिणंति ।