________________
૧૨૨ ]
શ્રી વિપાક સૂત્ર
विहरइ । तए णं सिरीए महाणसिए एयकम्मे एयप्पहाणे एयविज्जे एयसमायारे सुबहु पावक्कम कलिकलुसं समज्जिणित्ता तेत्तीसं वाससयाइं परमाउयं पालइत्ता काल मासे कालं किच्चा छट्ठीए पुढवीए उववण्णे । ભાવાર્થ ? ત્યાર પછી તે શ્રીદ નામનો રસોયો અનેક જલચર, સ્થળચર, ખેચર જીવોનાં માંસના છરીથી સૂક્ષ્મ, ગોળાકાર, મોટા, નાના અનેક પ્રકારના ટુકડા કરતો હતો. તે ટુકડાઓમાંથી કેટલાકને બરફમાં પકાવતો હતો, કેટલાકને ઢગલો કરી રાખી દેતો જેથી તે ટુકડાઓ પોતાની મેળે જ પાકી જતાં હતાં. કેટલાકને તડકાથી અને કેટલાકને હવા દ્વારા પકાવતો હતો. કેટલાકને કાળા અને કેટલાકને લાલ રંગના કરતો હતો અને તે ટુકડાઓને છાશથી, આંબળાના રસથી સંસ્કારિત કરતો, દ્રાક્ષના રસથી, કોઠાના રસથી, દાડમના રસથી તેમજ અન્ય મત્સ્યોથી ભાવિત (યુક્ત) કરતો હતો. પછી તે માંસના ટુકડાઓમાંથી કેટલાકને તેલથી તળતો, કેટલાકને અગ્નિ પર શેકતો અને કેટલાકને શુળમાં પરોવીને પકાવતો હતો.
આ રીતે મત્સ્ય માંસના રસો, મૃગ માંસના રસો, તેતર માંસના રસો, મયૂરના માંસના રસો વગેરે રસથી મિશ્રિત ઘણાં લીલાં શાક તે તૈયાર કરતો હતો, તૈયાર કરીને મિત્ર રાજાના ભોજન સમયે તેને પીરસતો હતો તથા તે શ્રીદ રસોયો પોતે પણ શૂળથી પકાવેલાં, તળેલાં, ભૂજેલાં પૂર્વોક્ત જળચર, સ્થળ ચર અને ખેચરના માંસ અને રસથી મિશ્રિત લીલાં શાકની સાથે છ પ્રકારની સુરા આદિ મદિરાઓનું આસ્વાદનાદિ કરતો સમય વ્યતીત કરતો હતો.
ત્યાર પછી આ પાપકાર્યોને કરતો આ પાપકાર્યોને જ પ્રધાન માનતો, આ પાપકાર્યોનું જ્ઞાન ધરાવતો તથા આ જ પાપોને સર્વોત્તમ આચરણ માનતો તે શ્રીદ રસોયો ઘણાં પાપકર્મોનું ઉપાર્જન કરીને તેત્રીસ સો વર્ષના પરમ આયુષ્યને ભોગવીને મૃત્યુ સમયે મૃત્યુ પામીને છઠ્ઠી નરકમાં ઉત્પન્ન થયો. શૌકિદત્તનો વર્તમાન ભવ :| ९ तए णं सा समुद्ददत्ता भारिया जायणिंदू यावि होत्था । जाया जाया दारगा विणिहायमावज्जति । जहा गंगदत्ताए चिंता, आपुच्छणा, ओवाइयं, दोहला जाव दारगं पयाया जाव जम्हा णं अम्हे इमे दारए सोरियस्स जक्खस्स ओवाइयलद्धे, तम्हा णं होउ अम्हं दारए सोरियदत्ते णामेणं । तए णं से सोरियदत्ते दारए पंचधाई जाव उम्मुक्कबालभावे विण्णायपरिणयमेत्ते जोव्वणगमुणप्पत्ते यावि होत्था। ભાવાર્થ : તે સમયે સમુદ્રદત્તા જાતનિંદુકા હતી, એટલે જન્મતાં જ તેનાં બાળકો મરી જતાં હતાં. તેણે ગંગદત્તાની જેમ વિચાર કર્યો. પતિની આજ્ઞા લઈને, માનતાઓ માની અને ગર્ભવતી થઈ. દોહદની પૂર્તિ કરી અને પુત્રને જન્મ આપ્યો. શૌરિકદત્ત યક્ષની માનતા માનવાથી બાળક પ્રાપ્ત થયો હોવાથી માતાપિતાએ તેનું નામ "શૌરિકદત્ત" રાખ્યું. ત્યાર પછી પાંચ ધાવમાતાઓથી પાલન-પોષણ પામતો તે બાલ્યાવસ્થાને છોડીને વિજ્ઞાનની પરિપક્વ અવસ્થાથી યુક્ત થઈ યુવાવસ્થાને પામ્યો.