________________
| १२० ।
શ્રી વિપાક સૂત્ર
તે કાલે અને તે સમયે શૌરિકાવતંસક ઉદ્યાનમાં ભગવાન મહાવીર સ્વામી પધાર્યા યાવત્ પરિષદ અને રાજા ધર્મદેશના સાંભળી પાછા ચાલ્યાં ગયાં.
५ तेणं कालेणं तेणं समएणं समणस्स भगवओ महावीरस्स जेटे सीसे जाव सोरियपुरे णयरे उच्चणीयमज्झिमकुले अडमाणे अहापज्जत्तं समुदाणं गहाय सोरियपुराओ णयराओ पडिणिक्खमइ, पडिणिक्खमित्ता तस्स मच्छंधवाडगस्स अदूरसामंतेणं वीइवयमाणे महइमहालियाए मणुस्सपरिसाए मज्झगयं एगं पुरिसं सुक्कं भुक्खं णिम्मंसं अट्ठिचम्मावणद्धं किडिकिडियाभूयं णीलसाडगणियत्थं मच्छकंटएणं गलए अणुलग्गेणं कट्ठाई कलुणाई विस्सराई उक्कूवमाणं अभिक्खणं अभिक्खणं पूयकवले य रुहिरकवले य किमिकवले य वममाणं पासइ, पासित्ता इमेयारूवे अज्झथिए चिंतिए, कप्पिए पथिए मणोगए संकप्पे समुप्पण्णे- अहो णं इमे पुरिसे पुरापोराणाणं जाव विहरइ, एवं संपेहेइ, संपेहित्ता जेणेव समणे भगवं महावीरे तेणेव उवागच्छइ । पुव्वभवपुच्छा जाव एवं वयासी
તે કાલે અને તે સમયે શ્રમણ ભગવાન મહાવીર સ્વામીના જ્યેષ્ઠ શિષ્ય ગૌતમ સ્વામી થાવત્ છઠના પારણા નિમિત્તે શૌરિકપુર નગરમાં ઉચ્ચ, નિમ્ન અને મધ્યમ ઘરોમાં ભિક્ષાર્થ ભ્રમણ કરતાં યથેષ્ટ આહાર લઈને નગરની બહાર નીકળ્યા. નીકળીને તે માછીમારોના વાસ પાસેથી નીકળતાં તેમણે વિશાળ જનસમુદાયની વચ્ચે એક સૂકાઈ ગયેલા શરીરવાળો, ભૂખ્યો, માંસરહિત અને અતિકૃશ હોવાના કારણે જેની ચામડી હાડકાંને ચોંટેલી હતી, ઊઠતાં અને બેસતાં જેના હાડકાંઓ ખખડતાં હતાં, જેણે લીલા રંગનું વસ્ત્ર પહેરેલ હતું તેમજ ગળામાં મત્સ્યકંટક લાગવાથી જે દુઃખમય, કરુણાજનક અને દીનતાપૂર્ણ વચનથી આકંદન કરતાં એક પુરુષને જોયો. તે પરૂ અને લોહીના કોગળાઓ અને કૃમિના કોગળાઓનું વમન કરી રહ્યો હતો. તેને જોઈને ગૌતમ સ્વામીના મનમાં આ પ્રમાણે વિચાર આવ્યો
અહો! આ પુરુષ પૂર્વકૃત કાવત્ અશુભકર્મોના ફળ સ્વરૂપ નરક તુલ્ય વેદનાનો અનુભવ કરતો સમય વિતાવી રહ્યો છે. આ પ્રમાણે વિચાર કરીને શ્રમણ ભગવાન મહાવીર સ્વામીની પાસે પહોંચ્યા થાવત્ ભગવાનને તેના પૂર્વભવ વિષે પૂછવા લાગ્યા. ભગવાને તેના ઉત્તરમાં આ પ્રમાણે કહ્યું– पूर्वभव :
६ एवं खलु गोयमा ! तेणं कालेणं तेणं समएणं इहेव जंबुद्दीवे दीवे भारहे वासे णंदिपुरे णामं णयरे होत्था । मित्ते राया । तस्स णं मित्तस्स रण्णो सिरीए णामं महाणसिए होत्था, अहम्मिए जाव दुप्पडियाणंदे ।