________________
અધ્યયન-દાશૌકિદત્ત
૧૧૯
આઠમું અધ્યયના
શૌરિક દત્ત
અધ્યયન પ્રારંભ :| ૨ મદુમક્સ ૩āવો ! ભાવાર્થ : આઠમાં અધ્યયનનો પ્રારંભ પ્રથમ અધ્યયનની જેમ જાણવો. | २ एवं खलु जंबू! तेणं कालेणं तेणं समएणं सोरियपुरं णयरं होत्था । सोरियवडिंसगं उज्जाणं । सोरियो जक्खो । सोरियदत्ते राया । ભાવાર્થ: હે જંબૂ! તે કાલે અને તે સમયે શૌરિકપુર નામનું એક નગર હતું. ત્યાં શૌરિકાવતંસક નામનું ઉધાન હતું. તેમાં શૌરિક નામના યક્ષનું યક્ષાયતન હતું. ત્યાંના રાજાનું નામ શૌરિકદત્ત હતું. શૌરિકદત્ત :| ३ तस्स णं सोरियपुरस्स बहिया उत्तरपुरथिमे दिसीभाए तत्थ णंएगे मच्छंधपाडए होत्था । तत्थ णं समुद्ददत्ते णामं मच्छंधे परिवसइ । अहम्मिए जाव दुप्पडिया- णंदे । तस्स णं समुद्ददत्तस्स समुद्ददत्ता णामं भारिया होत्था । अहीणपडिपुण्णपंचिंदिय सरीरा, वण्णओ। तस्स णं समुद्ददत्तस्स पुत्ते समुद्ददत्ताए भारियाए अत्तए सोरियदत्ते णामं दारए होत्था । अहीणपडिपुण्णपंचिंदियसरीरे, वण्णओ।
ભાવાર્થ : તે શૌરિકપુર નગરની બહાર ઈશાન ખૂણામાં એક માછીમારોનો વાસ(લત્તો) હતો. ત્યાં સમુદ્રદત્ત નામનો એક માછીમાર નિવાસ કરતો હતો. તે મહાઅધર્મી યાવત દુપ્રત્યાનંદ – દુષ્કાર્યમાં જ આનંદ માનનારો હતો. તેની સમુદ્રદત્તા નામની સ્ત્રી હતી. તે પરિપૂર્ણ તેમજ નિર્દોષ પાંચે ઈન્દ્રિયોથી યુક્ત શરીરવાળી હતી, વગેરે વર્ણન જાણવું. તે સમુદ્રદત્તનો પુત્ર અને સમુદ્રદત્તાનો આત્મજ શૌરિકદત્ત નામનો બાળક હતો. તે સર્વાગ સંપૂર્ણ તેમજ સુંદર હતો, વગેરે વર્ણન જાણવું. | ४ तेणं कालेणं तेणं समएणं सामी समोसढे, जाव परिसा पडिगया।