________________
| અધ્યયન-/ઉંબરદત્ત
[૧૧૫ |
ઉંબરદત્તનું ભવિષ્ય અને ભવભ્રમણ :१७ से णं उंबरदत्ते दारए कालमासे कालं किच्चा कहिं गच्छिहिइ, कहिं उववज्जिहिइ?
गोयमा ! उंबरदत्ते दारए बावत्तरि वासाइं परमाउयं पालइत्ता कालमासे कालं किच्चा इमीसे रयणप्पभाए पुढवीए णेरइयत्ताए उववज्जिहिइ । संसारो तहेव जाव पुढवी । तओ हत्थिणाउरे णयरे कुक्कुडत्ताए पच्चायाहिइ । जायमेत्ते चेव गोटिल्लवहिए तत्थेव हत्थिणाउरे णयरे सेट्ठिकुलंसि उववजिहिइ । बोहिं, सोहम्मे कप्पे, महाविदेहे वासे सिज्झिहिइ । णिक्खेवो जहा पढमस्स ।
ભાવાર્થ : ત્યાર પછી શ્રી ગૌતમસ્વામીએ ભગવાન મહાવીર સ્વામીને પૂછ્યું– ભગવન્! આ ઉંબરદત્ત અહીંથી મૃત્યુના સમયે મૃત્યુ પામીને ક્યાં જશે અને ક્યાં ઉત્પન્ન થશે?
ભગવાને કહ્યું- હે ગૌતમ ! ઉંબરદત્ત ૭૨ વર્ષના પરમ આયુષ્યને ભોગવીને મૃત્યુના સમયે મૃત્યુ પામીને રત્નપ્રભા નામની પ્રથમ નરકભૂમિમાં નારકી રૂપે ઉત્પન્ન થશે. તે પૂર્વવત્ સંસાર ભ્રમણ કરતો પૃથ્વી આદિ બધી કાયોમાં લાખોવાર ઉત્પન્ન થશે. ત્યાંથી નીકળીને હસ્તિનાપુર નગરમાં કૂકડા રૂપે ઉત્પન્ન થશે. ત્યાં જન્મતાં જ ગોષ્ઠિકો-દુરાચારી લોકો વડે વધને પ્રાપ્ત થઈ તે જ હસ્તિનાપુરમાં એક શ્રેષ્ઠીકુળમાં ઉત્પન્ન થશે. ત્યાં ધર્મને પ્રાપ્ત કરશે. ત્યાંથી મરીને સૌધર્મ નામના પ્રથમ દેવલોકમાં ઉત્પન્ન થશે. ત્યાંથી ચ્યવને મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ લેશે. ત્યાં અણગારધર્મને પ્રાપ્ત કરીને વિધિપૂર્વક સંયમની આરાધનાથી કર્મોનો ક્ષય કરીને મોક્ષને પ્રાપ્ત કરશે, સર્વ કર્મો અને દુઃખોનો અંત કરશે.
અધ્યયનનો ઉપસંહાર પહેલા અધ્યયનની જેમ જાણવો.
વિવેચન :
શિક્ષાબોધ :- આચારાંગ સુત્રનાં ચોથા અધ્યયનમાં કહ્યું છે કે- ને આવા તે પરિસંવા, ને પરિક્ષવા તે આસવ-તદનુસાર ધવંતરિ નામનો વૈધ સબુદ્ધિ અને વિવેકથી ઉપચારનું કાર્ય કરતો હોત તો કેટલા ય પુણ્યનો સંગ્રહ થાત. પરંતુ તેણે બુદ્ધિનો દુરુપયોગ કર્યો, ઔષધ ઉપચારમાં લોકોને માંસાહારની જ પ્રેરણા કરી અને તીવ્ર અશાતા વેદનીયને ઉપાર્જન કર્યું. તે અશાતાના ઉદયે નરકભવ પામ્યો, મનુષ્ય જન્મમાં માતાપિતાનો વિયોગ થયો, સોળ મહારોગથી ૭૨ વર્ષ સુધી કારમી વેદના ભોગવી અને અનંત ભવભ્રમણ વધાર્યું. માટે કોઈએ બુદ્ધિનો દુરુપયોગ કરવો ન જોઈએ.
પ્રાણી અજ્ઞાન દશામાં કેટલા ય ભયંકર પાપો કરે છે અને તેનાં કટુ ફળ ભોગવે છે. મહાન