________________
શ્રી વિપાક સૂત્ર
સ્ત્રીઓએ ગંગદત્તાને સર્વ અલંકારોથી વિભૂષિત કરી. ત્યાર પછી મિત્રાદિની સ્ત્રીઓ અને બીજી નગરની સ્ત્રીઓ સાથે તે વિપુલ અશનાદિ તથા છ પ્રકારની સુરા આદિનું આસ્વાદન કરતી ગંગદત્તાએ પોતાના દોહદને પૂર્ણ કર્યો. આ રીતે દોહદને પૂર્ણ કરીને તે પછી પોતાના ઘરે પાછી આવી.
ત્યાર પછી સંપૂર્ણ(સંપન્ન) દોહદવાળી તે ગંગદત્તા યાવત્ તે ગર્ભને સુખપૂર્વક ધારણ કરે છે.
૧૧૪
१५ तए णं सा गंगदत्ता भारिया णवण्हं मासाणं बहुपडिपुण्णाणं दारगं पयाया । ठिइवडिया जाव णामधेज्जं करेंति- जम्हा णं अम्हं इमे दारए उंबरदत्तस्स जक्खस्स ओवाइयलद्धए, तं होउ णं दारए उंबरदत्ते णामेणं । तए णं से उंबरदत्ते दारए पंचधाईपरिग्गहिए परिवड्ढइ ।
ભાવાર્થ : ત્યાર પછી લગભગ નવ માસ પૂર્ણ થતાં ગંગદત્તાએ એક પુત્રને જન્મ આપ્યો. માતાપિતાએ કુળ પરંપરાનુસાર પુત્ર જન્મ મહોત્સવ મનાવ્યો યાવત્ નામકરણ કર્યું કે અમારો આ પુત્ર ઉંબરદત્ત યક્ષની માનતા માનવાથી ઉત્પન્ન થયો છે, તેથી તેનું "ઉંબરદત્ત" એવું નામ રાખીએ છીએ. ત્યાર પછી ઉંબરદત્ત બાળક પાંચ ધાવમાતાઓથી સુરક્ષિત રીતે મોટો થવા લાગ્યો.
१६ तए णं से सागरदत्ते सत्थवाहे जहा विजयमित्ते कालधम्मुणा संजुत्ते, गंगदत्ता वि । उंबरदत्ते णिच्छूढे जहा उज्झियए । तए णं तस्स उंबरदत्तस्स दारगस्स अण्णया कयाइ सरीरगंसि जमगसमगमेव सोलस रोगायंका पाउब्भूया । तंजहासासे, कासे जाव कोढे । तए णं से उंबरदत्ते दारए सोलसहिं रोगायंकेहिं अभिभूए समाणे कच्छुल्ले जाव देहं बलियाए वितिं कप्पेमाणे विहरइ । एवं खलु गोयमा ! उंबरदत्ते दारए पुरापोराणाणं जाव पच्चणुभवमाणे विहरइ ।
ભાવાર્થ : ત્યાર પછી ઉંબરદત્ત જ્યારે યુવાન થયો ત્યારે વિજયમિત્રની જેમ સાગરદત્ત સાર્થવાહ સમુદ્રમાં વહાણ ડૂબી જવાથી મૃત્યુ પામ્યો. તેમજ ગંગદત્તા પણ પતિના વિયોગજન્ય અસહ્ય દુઃખથી દુઃખી થઈને મૃત્યુ પામી અને ઉજ્ઝિતક કુમારની જેમ બરદત્તકુમારને પણ રાજપુરુષોએ ઘરમાંથી બહાર કાઢી મૂક્યો અને તેનું ઘર બીજાને આપી દીધું.
ત્યાર પછી કોઈ સમયે ઉંબરદત્તના શરીરમાં એકી સાથે સોળ પ્રકારના રોગો ઉત્પન્ન થયા. જેમ કે– શ્વાસ, ખાંસી યાવત્ કોઢ. આ સોળ પ્રકારના રોગાતંકો(ભયંકર રોગો)થી પીડિત થયેલો ઉંબરદત્ત ખૂજલી યાવત્ માંગણ વૃત્તિથી આજીવિકા કરતો દુઃખપૂર્ણ જીવન વિતાવી રહ્યો છે.
ભગવાને કહ્યું – હે ગૌતમ ! આ પ્રમાણે ઉંબરદત્ત પૂર્વકૃત અશુભ કર્મોનું આ ભયંકર ફળ ભોગવતો સમય વ્યતીત કરી રહ્યો છે.