________________
અધ્યયન-૭/ઉંબરદસ્ત
૧૧૩ |
ગંગદત્તાની કુક્ષિમાં પુત્ર રૂપે ઉત્પન્ન થયો. લગભગ ત્રણ મહિના પૂર્ણ થતાં ગંગદત્તાને આ પ્રમાણે દોહદ ઉત્પન્ન થયો
ધન્ય છે, તે માતાઓ યાવતું તેમણે જ પોતાના જન્મ અને જીવન સફળ કર્યા છે, જે વિપુલ પ્રમાણમાં અશન, પાન, ખાદિમ, સ્વાદિમ અને સુરા આદિ મદિરાઓને તૈયાર કરાવે છે અને અનેક મિત્ર, જ્ઞાતિ આદિની સ્ત્રીઓને લઈને પાટલિખંડ નગરની મધ્યમાંથી નીકળીને વાવડી (તલાવડી) પર જાય છે. ત્યાં વાવડીમાં પ્રવેશ કરીને સ્નાન કરે છે યાવત તે વિપુલ ખાદ્ય સામગ્રીનું મિત્ર, જ્ઞાતિજન આદિની સ્ત્રીઓ સાથે આસ્વાદનાદિ કરતી દોહદ પૂર્ણ કરે છે.
- આ રીતે વિચાર કરીને પ્રાતઃકાળે તેજથી દેદીપ્યમાન સૂર્યનો ઉદય થતાં તે સાગરદત્ત સાર્થવાહ પાસે આવી, આવીને સાગરદત્તને આ પ્રમાણે કહેવા લાગી- હે દેવાનુપ્રિય ! તે માતાઓ ધન્ય છે યાવત જે પોતાના દોહદને પૂર્વોક્ત રીતે પૂર્ણ કરે છે. હું પણ મારા દોહદને પૂર્ણ કરવા ઈચ્છું છું.
સાગરદત્ત સાર્થવાહે દોહદપૂર્તિ માટે ગંગદત્તા પત્નીને આજ્ઞા આપી. १४ तए णं सा गंगदत्ता सागरदत्तेणं सत्थवाहेणं अब्भणुण्णाया समाणी विउलं असणं पाणं खाइमं साइमं उवक्खडावेइ, उवक्खडावेत्ता तं विउलं असणं ४ सुरं च ६ सुबहु पुप्फवत्थगंधमल्लालंकारं परिगिण्हावेइ परिगिण्हावेत्ता बहूहिं मित्त णाइ णियग सयण संबंधि परियण महिलाहिं सद्धिं एवं पुव्व विहीए उंबरदत्तस्स जक्खाययणे उवागच्छइ जाव धूवं डहेइ, डहेत्ता जेणेव पुक्खरिणी तेणेव उवा
तए णं ताओ मित्त णाइ णियग सयण संबंधि परियण महिलाओ गंगदत्तं सत्थवाहिं सव्वालंकारविभूसियं करेंति । तए णं सा गंगदत्ता भारिया ताहिं मित्तणाइहिं अण्णाहिं बहूहिं णगरमहिलाहिं सद्धिं तं विउलं असणं पाणं खाइम साइम, सुरं च महुं च मेरगं च जाइं च सीधुं च पसण्णं च आसाएमाणे दोहलं विणेइ, विणेत्ता, जामेव दिसिं पाउब्भूया तामेव दिसिं पडिगया । सा गंगदत्ता सत्थवाही संपुण्णदोहला जावतं गब्भं सुहंसुहेण परिवहइ ।
ભાવાર્થ : સાગરદત્ત સાર્થવાહની આજ્ઞા મેળવીને ગંગદત્તા પર્યાપ્ત માત્રામાં ચાર પ્રકારના અનાદિક આહાર તૈયાર કરાવ્યો. તૈયાર કરાવેલ આહાર અને છ પ્રકારની સુરા આદિ પદાર્થ તથા પુષ્પાદિ પૂજાની ઘણી સામગ્રી લઈને મિત્ર, જ્ઞાતિજન આદિની સ્ત્રીઓને તથા બીજી સ્ત્રીઓને સાથે લઈને પૂર્વવિધિથી અર્થાત પહેલાની જેમ અનુષ્ઠાન કરીને ઉંબરદત્ત યક્ષના યક્ષાયતનમાં આવી થાવ ત્યાં પહેલાની જ જેમ પૂજા તથા ધૂપાદિ કર્યા. ત્યાર પછી તે વાવડી પર ગઈ ત્યાં સાથે આવેલી મિત્ર, જ્ઞાતિ આદિની