________________
| ११२ ।
શ્રી વિપાક સૂત્ર
માળા અને અલંકાર તથા વિવિધ પ્રકારની પૂજાની સામગ્રી લઈને મિત્ર, જ્ઞાતિ, સ્વજન, સંબંધી અને પરિજનોની સ્ત્રીઓ સાથે પોતાના ઘરેથી નીકળી અને પાટલિખંડ નગરની મધ્યમાં થઈને એક પુષ્કરિણી–તલાવડી પાસે ગઈ. ત્યાં પુષ્કરિણીના કિનારે વિવિધ પ્રકારનાં પુષ્પ, વસ્ત્ર, ગંધ, માળા અને અલંકાર રાખીને તેણે તલાવડીમાં પ્રવેશ કર્યો જલક્રીડા કરીને સ્નાન કર્યું યાવતુ ભીની સાડી પહેરીને તલાવડીમાંથી બહાર આવી, બહાર આવીને પુષ્પાદિ પૂજા સામગ્રીને લઈને ઉંબરદત્ત યક્ષના યક્ષાયતન પાસે પહોંચી અને યક્ષ પ્રતિમા નજરે પડતાં જ યક્ષને નમસ્કાર કર્યા. ત્યાર પછી મયૂરપીંછ લઈને તેનાથી યક્ષ પ્રતિમાનું પ્રમાર્જન કર્યું, ત્યાર પછી જલધારાથી યક્ષ પ્રતિમાને સ્નાન કરાવ્યું. પછી ભગવા રંગથી રંગેલા, સુગંધિત તેમજ મુલાયમ વસ્ત્રથી પ્રતિમાને લૂછીને, વસ્ત્રો પહેરાવીને મહાઈ(મોટાને યોગ્ય) પુષ્પારોહણ, વસ્ત્રારોહણ, ગંધારોહણ, માલ્યારોહણ અને ચૂર્ગારોહણ કર્યું. ત્યાર પછી ધૂપ કર્યો, ધૂપ કરીને યક્ષની સામે ગોઠણ ટેકવીને પગમાં પડી, આ પ્રમાણે નિવેદન કરવા લાગી- "હે દેવાનુપ્રિય! જો હું એક પણ જીવિત રહેનાર પુત્ર યા પુત્રીને જન્મ આપું તો હું આપના યાગ, દાન, ભાગ અને ભંડારની વૃદ્ધિ કરીશ." આ પ્રમાણે યાવત્ યાચના કરે છે અર્થાત્ માનતા સ્વસ્થાને પાછી ફરી. |१३ तए णं से धण्णंतरी वेज्जे ताओ णरगाओ अणंतरं उवट्टित्ता इहेव जंबुद्दीवे दीवे पाडलिसंडे णयरे गंगदत्ताए भारियाए कुच्छिसि पुत्तत्ताए उववण्णे ।
तएणं तीसे गंगदत्ताए भारियाए तिण्हं मासाणं बहुपडिपुण्णाणं अयमेयारूवे दोहले पाउब्भूए- धण्णाओ णं ताओ अम्मयाओ जाव सुलद्धे णं अम्मयाणं माणुस्सए जम्म जीविय फले, जाओ णं विउलं असणं पाणं खाइमं साइमं उवक्खडावेति, उवक्खडावेत्ता बहूहिं मित्त णाइ जाव परिवुडाओ तं विउलं असणं पाणं खाइमं साइम, सुरं च महुं च मेरगं च जाइं च सीधुं च पसण्णं च पुप्फ वत्थ-गंध-मल्लालंकारं गहाय पाडलिसंडं णयरं मज्झमज्झेणं पडिणिक्खमंति, पडिणिक्खमित्ता जेणेव पुक्खरिणी तेणेव उवागच्छति, उवागच्छित्ता पुक्खरिणिं ओगाहेति, ओगाहेत्ता बहायाओ जाव सव्वालंकार विभूसियाओ तं विउलं असणं पाणं खाइमं साइमं बहूहि मित्तणाइ णियग जाव सद्धिं आसाएंति, विसायंति परिभाएंति परिभुंजंति दोहलं विणेति, एवं संपेहेइ, संपेहित्ता कल्लं जाव जलंते जेणेव सागरदत्ते सत्थवाहे तेणेव उवागच्छइ, उवागच्छित्ता सागरदत्तं सत्थवाहं एवं वयासी- धण्णाओ णं ताओ जाव विणेति, तं इच्छामि णं जावविणित्तए । तए णं से सागरदत्ते सत्थवाहे गंगदत्ताए भारियाए एयमटुं अणुजाणइ ।
ભાવાર્થ :
ત્યાર પછી તે ધનવંતરી વૈદ્યનો જીવ નરકભૂમિમાંથી નીકળીને આ પાટલિખંડ નગરમાં