________________
| अध्ययन-७/64हत
१११
"હે દેવાનુપ્રિય! જો હું હવે જીવિત રહેનાર પુત્ર કે પુત્રીને જન્મ આપું તો હું આપના યોગદેવપૂજા, દાન-દય અંશ, ભાગ-લાભ અંશ અને અક્ષયનિધિ-દેવભંડારની વૃદ્ધિ કરીશ." આ પ્રમાણે ઈચ્છિત વસ્તુ મેળવવા પ્રાર્થના કરવાનો તેણે નિશ્ચય કર્યો. નિશ્ચય કર્યા પછી પ્રાતઃકાલે સુર્યોદય થતાં પર સાગરદત્ત સાર્થવાહ પાસે આવીને આ પ્રમાણે કહેવા લાગી–હે સ્વામિન્! મેં તમારી સાથે મનુષ્ય સંબંધી સાંસારિક સુખોનો સંપૂર્ણ ઉપભોગ કરતાં આજ સુધીમાં એક પણ જીવતા રહેનાર પુત્ર કે પુત્રીને મેળવ્યા નથી. તેથી હું ઈચ્છું છું કે જો આપ આજ્ઞા આપો તો હું આપણા મિત્રો, જ્ઞાતિજનો, નિજકો, સ્વજનો, સંબંધીજનો અને પરિજનોની સ્ત્રીઓ સાથે પાટલિખંડ નગરની બહાર ઉદ્યાનમાં ઉંબરદત્ત યક્ષની મહામૂલ્યવાન પુષ્પાર્ચના કરી પુત્ર પ્રાપ્તિ માટે તેની માનતા માનું?
ત્યારે સાગરદત્ત સાર્થવાહે પોતાની ગંગદત્તા નામની પત્નીને કહ્યું- હે દેવાનુપ્રિયે ! હું પણ ઈચ્છે છું કે કોઈ પણ રીતે જીવિત રહેનાર બાળક કે બાલિકા જન્મ આપે. એમ કહીને તેણે ગંગદત્તાના ઉક્ત પ્રસ્તાવનો સમર્થન કરતાં સ્વીકાર કર્યો. |१२ तए णं सा गंगदत्ता भारिया सागरदत्त सत्थवाहेणं एयमटुं अब्भणुण्णाया समाणी सुबहु पुप्फ वत्थ-गंध-मल्लालंकारं गहाय मित्त जाव महिलाहिं सद्धिं सयाओ गिहाओ पडिणिक्खमइ, पडिणिक्खमित्ता पाडलिसंडं णयरं मज्झमज्झेणं णिग्गच्छइ, णिगच्छित्ता जेणेव पुक्खरिणी तेणेव उवागच्छइ, उवागच्छित्ता पुक्खरिणीए तीरे सुबहुं पुप्फवत्थगंधमल्लालंकारं ठवेइ, ठवेत्ता पुक्खरिणिं ओगाहेइ, ओगाहित्ता जलमज्जणं करेइ, करित्ता जलकीडं करेमाणी हाया जाव उल्लपडसाडिया पुक्खरणीओ पच्चुत्तरइ, पच्चुत्तरित्ता तं पुप्फ-वत्थ-गंध-मल्लालंकारं गिण्हइ, गिण्हित्ता जेणेव उंबरदत्तस्स जक्खस्स जक्खाययणे तेणेव उवागच्छइ, उवागच्छित्ता उंबरदत्तस्स जक्खस्स आलोए पणामं करेइ, करित्ता लोमहत्थं परामुसइ, परामुसित्ता उंबरदत्तं जक्खं लोमहत्थेणं पमज्जइ, पमज्जित्ता दगधाराए अब्भुक्खेइ, अब्भुक्खित्ता, पम्हलसुकुमाल गंधकासाइयाए गायलट्ठी ओलूहेइ, ओलूहित्ता सेयाई वत्थाई परिहेइ, परिहित्ता महरिहं पुप्फारुहणं, मल्लारुहणं, गंधारुहणं, चुण्णारुहणं करेइ, करित्ता धूवं डहइ, डहित्ता जाणुपायवडिया एवं वयइ- जइ णं अहं देवाणुप्पिया ! दारगं वा दारियं वा पयामि तो णं अहं तुब्भं जायं च दायं च भायं च अक्खयणिहिं च अणुवड्डिस्सामि त्ति कटु ओवाइयं ओवाइणइ, ओवाइणित्ता जामेव दिसिं पाउब्भूया तामेव दिसिं पडिगया ।
ભાવાર્થ ? ત્યારે સાગરદત્ત સાર્થવાહની આજ્ઞા મળી જતાં ગંગદત્તા વિવિધ પ્રકારનાં પુષ્પ, વસ્ત્ર, ગંધ,