________________
૧૦૮
શ્રી વિપાક સૂત્ર
શાલાક્ય- જેમાં આંખ, નાક આદિ ઉપરના ભાગોના રોગોના ઉપચાર બતાવ્યા હોય (૩) શાલ્મહત્યજેમાં કાંટો, ગોળી વાગી હોય તે કાઢવાની વિધિ વગેરેનું વર્ણન હોય (૪) કાયચિકિત્સા–જેમાં શરીર સંબંધી રોગોની સારવાર બતાવી હોય (૫) જાંગુલ–જેમાં વિષની ચિકિત્સાનું વિધાન હોય (૬) ભૂતવિદ્યા–જેમાં ભૂત-નિગ્રહના પ્રયોગ બતાવ્યા હોય (૭) રસાયણ–આયુષ્યને દઢ કરનાર અને રોગવિનાશક ઔષધિઓના પ્રયોગ જેમાં હોય (૮) વાજીકરણ–બલ–વીર્યવદ્ધક ઔષધિઓનો પ્રયોગ જેમાં હોય.
તે ધનવંતરી વૈધ શિવહસ્ત હતા અર્થાત્ રોગ દૂર કરી રોગીઓનું કલ્યાણ કરતા હતા, તેઓ શુભહસ્ત હતા અર્થાત દર્દજન્ય દુઃખ દૂર કરી સુખ આપી દર્દીઓનું શુભ કરનાર હતા તથા જેનો હાથ શુભ અથવા લઘુહસ્ત હતો અર્થાત રોગનું નિદાન અને તેનો ઉપચાર કુશળતાપૂર્વક કરતા હતા. | ९ तए णं से धण्णंतरी वेज्जे विजयपुरे णयरे कणगरहस्स रण्णो अंतेउरे य, [अण्णेसिं च] बहूणं राईसर जाव सत्थवाहाणं, अण्णेसिं च बहूणं दुब्बलाण य गिलाणाण य वाहियाण य रोगियाण य अणाहाण य सणाहाण य समणाण य माहणाण य भिक्खगाण य करोडियाण य कप्पडियाण य आउराण य अप्पेगइयाणं मच्छमसाइं उवदंसेइ, अप्पेगइयाणं कच्छपमंसाई, अत्थेगइयाणं गोहामंसाई, अप्पेगइयाणं मगरमसाइं, अप्पेगइयाणं सुसमारमंसाई, अप्पेगइयाणं अयमंसाई एवं एलय-रोज्झ-सूयर-मिग-ससय-गोमंसमहिसमसाई, अप्पेगइयाणं तित्तिरमंसाई, अप्पेगइयाणं वट्टय लावय कवोयकुक्कड-मयूर-मसाइं, अण्णेसिं च बहूणं जलयर-थलयर-खहयर-माईणं मंसाइं उवदंसेइ । अप्पणा वि य णं से धण्णंतरी वेज्जे तेहिं बहूहि मच्छमंसेहि य जाव मयूरमंसेहि य अण्णेहिं बहूहिं जलयर थलयर-खहयर-मंसेहि य सोल्लेहि य तलिएहि य भज्जिए हि य सुरं च महुं च मेरगं च जाइं च सीधुं च पसण्णं आसाएमाणे विसाएमाणे परिभाएमाणे परिभुजेमाणे विहरइ । ભાવાર્થ : તે ધનવંતરી વૈદ્ય વિજયપુર નગરમાં મહારાજ કનકરથના અંતઃપુરમાં નિવાસ કરતી રાણીઓ તથા બીજા ઘણાં રાજા, ઈશ્વર(ઐશ્વર્યવાનું યા રાજકુમાર) યાવત્ સાર્થવાહોને અને એ જ પ્રમાણે બીજા ઘણા દુર્બળ, ગ્લાન-માનસિક ચિંતાથી ઉદાસ રહેનારા, વ્યાધિત, બાધિત, રોગીજનો તેમજ સનાથો, અનાથો તથા શ્રમણો, બ્રાહ્મણો, ભિક્ષુકો, કાપાલિકો ભિક્ષુવિશેષ), કાપેટિકો-કંથાધારી ભિક્ષુકો અથવા માંગણો તેમજ આતુરોની ચિકિત્સા કરતો હતો. તેમાંથી કેટલાકને તે મ માંસ ખાવાનો ઉપદેશ દેતો, કેટલાકને કાચબાનાં માંસનો, કેટલાકને ગ્રાહ(જલચર વિશેષ)નાં માંસનો, કેટલાકને મગરનાં માંસનો, કેટલાકને સુસુમાર(જળચર વિશેષ)નાં માંસનો અને કેટલાકને બકરાંનું માંસ ખાવાનો ઉપદેશ આપતો અર્થાત્ આ બધા જીવોનાં માંસને ખાવાનું કહેતો. તેમજ બકરાં, નીલગાય, ડુક્કર, મૃગ, સસલા, ગાય અને