________________
| અધ્યયન-૭/ઉંબરદસ્ત
૧૦૭ |
से णं भंते ! पुरिसे पुव्व भवे के आसी? जाव पच्चणुभवमाणे विहरइ ? गोयमा ! इति समणे भगवं महावीरे भगवं गोयम एवं वयासीભાવાર્થ : એ જ રીતે ચોથીવાર છઠના પારણા માટે પાટલિખંડના ઉત્તરદિશાના દરવાજેથી તેમણે પ્રવેશ કર્યો, ત્યારે પણ તેઓએ તે જ પુરુષને જોયો. તેને જોઈને તેના મનમાં વિચાર આવ્યો કે, અહો! આ પુરુષ પૂર્વકૃત અશુભ કર્મોનાં અશુભ ફળને ભોગવતો કેવું દુઃખપૂર્ણ જીવન વ્યતીત કરી રહ્યો છે? યાવત્ પાછા આવીને તેમણે ભગવાનને વંદન નમસ્કાર કરીને આ પ્રમાણે કહ્યું
હે ભગવન્! છઠના પારણાના નિમિત્તે આપની આજ્ઞા લઈને યાવત મેં પાટલિખંડ નગરના પૂર્વદિશાના દરવાજેથી પ્રવેશ કર્યો. ત્યાં મેં એક એવા પુરુષને જોયો જે પુરુષ ખૂજલી આદિ રોગોથી પીડિત યાવત્ ભિક્ષાવૃત્તિથી આજીવિકા ચલાવી રહ્યો છે. પછી બીજા છઠના પારણા નિમિત્તે ભિક્ષા માટે તે નગરના દક્ષિણ દિશાના દરવાજેથી પ્રવેશ કર્યો, ત્યાં પણ તે જ પુરુષને જોયો, તેમજ ત્રીજીવાર જ્યારે છઠના પારણા નિમિત્તે તે નગરના પશ્ચિમ દિશાના દરવાજેથી પ્રવેશ કર્યો તો ત્યાં પણ તે જ પુરુષને જોયો અને ચોથી વાર જ્યારે હું છઠના પારણા નિમિત્તે ભિક્ષા લેવા માટે તે નગરના ઉત્તર દિશાના દરવાજેથી પ્રવેશ્યો ત્યાં પણ મેં તે જ પુરુષને જોયો જે ખૂજલી આદિ રોગોથી પીડિત યાવત્ ભિક્ષાવૃત્તિથી આજીવિકા ચલાવી રહ્યો છે. તેને જોઈને મારા મનમાં વિચાર આવ્યો કે અહો ! આ પુરુષ પૂર્વે કરેલાં અશુભ કર્મોનું ફળ ભોગવી રહ્યો છે, ઈત્યાદિ.
પ્રભો! તે પુરુષ પૂર્વભવમાં કોણ હતો? યાવત જે આવા પ્રકારના ભીષણ રોગોથી પીડિત થઈ કષ્ટપૂર્ણ જીવન વિતાવી રહ્યો છે? ભગવાન મહાવીર સ્વામીએ કહ્યુંપૂર્વભવ વર્ણન :
८ एवं खलु गोयमा ! तेणं कालेणं तेणं समएणं इहेव जंबुद्दीवे दीवे भारहेवासे विजयपुरे णामंणयरे होत्था । रिद्धत्थिमियसमिद्धे, वण्णओ । तत्थ णं विजयपुरे णयरे कणगरहे णामं राया होत्था । तस्स णं कणगरहस्स रण्णो धण्णंतरी णामं वेज्जे होत्था । अटुंगाउव्वेयपाढए, तंजहा- कुमारभिच्चं सालागे सल्लहत्ते कायति-गिच्छा जंगोले भूयविज्जा रसायणे वाजीकरणे । सिवहत्थे सुहहत्थे लहुहत्थे । ભાવાર્થ: હે ગૌતમ! તે કાલે અને તે સમયે આ જંબુદ્વીપના ભારતવર્ષ નામના ક્ષેત્રમાં "વિજયપુર" નામનું એક ધન, જન, ભવનાદિથી સમૃદ્ધ નગર હતું, વગેરે વર્ણન જાણવું. તેમાં "કનકરથ" નામનો રાજા રાજ્ય કરતો હતો. તે કનકરથ રાજાને આયુર્વેદનાં આઠે અંગોનો જ્ઞાતા, ધનવંતરી નામનો એક વૈદ્ય હતો. આયુર્વેદ સંબંધી આઠ અંગોનાં નામ આ પ્રમાણે છે
(૧) કૌમારભૂત્ય-આમાં કુમારોના દુશ્વજનિત દોષોનાં ઉપશમનનું મુખ્ય વર્ણન હોય (૨)