________________
શ્રી વિપાક સૂત્ર
આવશ્યકતા પ્રમાણે(યથેપ્ટ) ભિક્ષા લઈને પાટલિખંડ નગરમાંથી નીકળીને, જ્યાં શ્રમણ ભગવાન મહાવીર સ્વામી વિરાજમાન હતા, ત્યાં આવ્યા, આવીને ભોજન-પાણી સંબંધી આલોચના કરી અને લાવેલાં આહાર–પાણી ભગવાનને બતાવીને બિલમાં પ્રવેશ કરતાં સર્પની જેમ રસાસ્વાદ લીધા વિના જ આહાર કર્યો અને સંયમ તથા તપથી આત્માને ભાવિત કરતાં વિચરવા લાગ્યા.
૧૦૬
५ तए णं से भगवं गोयमे दोच्चं पि छट्ठक्खमणपारणगंसि पढमाए पोरिसीए सज्झायं करेइ जाव पाडलिसंड णयरं दाहिणिल्लेणं दुवारेणं अणुप्पविसइ, तं चेव पुरिसं पासइ- कच्छुल्लं तहेव जाव संजमेणं तवसा अप्पाणं भावेमाणे विहरइ ।
भावार्थ: ત્યાર પછી ભગવાન ગૌતમ સ્વામીએ બીજીવાર છઠના પારણાના નિમિત્તે પહેલા પ્રહરમાં સ્વાધ્યાય કરી યાવત્ ભિક્ષા માટે ગમન કરતાં પાટલિખંડ નગરમાં દક્ષિણ દિશાના દરવાજેથી પ્રવેશ કર્યો; ત્યાં પણ તેમણે ખૂજલી આદિ રોગોથી યુક્ત તે જ પુરુષને જોયો અને તેઓ ભિક્ષા લઈને પાછા આવ્યા. બાકીનું વર્ણન પૂર્વવત્ સમજવું યાવત્ તપ સંયમથી આત્માને ભાવિત કરતાં વિચરવા લાગ્યા.
६ तए णं से गोयमे तच्चं पि छट्ठक्खमणपारणगंसि तहेव जावपच्चत्थिमिल्लेणं दुवारेणं अणुपविसमाणे तं चेव पुरिसं पासइ कच्छुल्लं जाव संजमेणं तवसा अप्पाणं भावेमाणे विहरइ ।
भावार्थ : ત્યાર પછી ભગવાન ગૌતમ સ્વામીએ ત્રીજી વાર છઠના પારણાના નિમિત્તે તે જ નગરના પશ્ચિમ દિશાના દરવાજેથી નગરમાં પ્રવેશ કર્યો, ત્યાં પણ તેણે પૂર્વવર્ણિત પુરુષને જોયો યાવત્ આહાર કરીને તપ સંયમથી આત્માને ભાવિત કરતાં વિચરવા લાગ્યા.
પૂર્વભવ સંબંધી પૃચ્છા :
७ तणं भगवं गोयमे चउत्थं पि छट्ठक्खमणपारणगंसि उत्तरेण दुवारेणं जाव तं पुरिसं पासित्ता इमेयारूवे अज्झत्थिए जाव समुप्पण्णे - अहो णं इमे पुरिसे पुरापोराणाणं जाव वंदित्ता णमसिंत्ता एवं वयासी- एवं खलु अहं भंते ! छट्ठक्खमण पारणगंसि तुब्भेहिं अब्भणुण्णाए जाव पाडलिसंडे पुरत्थिमिल्लेणं दुवारेणं अणुपविट्ठे । तत्थ णं एगं पुरिसं पासामि कच्छुल्लं जाव वित्तिं कप्पेमाणं । त णं अहं दोच्चछट्ठखमण पारणगंसि दाहिणिल्लेणं दुवारेणं, तहेव । तए णं अहं तच्चछट्ठक्खमणपारणगंसि पच्चत्थिमेणं दुवारेणं, तहेव । तए णं अहं चउत्थछट्ठक्खमणपारणगंसि उत्तरदुवारेणं अणुप्पविसामि, तं चेव पुरिसं पासामि कच्छुल्लं जाव वित्तिं कप्पेमाणे विहरइ । चिंता ममं ।