________________
| અધ્યયન-૭/ઉંબરદત્ત
૧૦૩ |
મૃત્યુ પામી, છઠ્ઠી નરકમાં ઉત્પન્ન થયો. ત્યાં રર સાગરોપમનું આયુષ્ય ભોગવી, અહીં 'ઉંબરદત્ત' રૂપે જન્મ પામ્યો છે અને અવશેષ કર્મોને ભોગવી રહ્યો છે.
અહીં દુઃખમય જીવન પસાર કરતાં ૭૨ વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી પ્રથમ નરકમાં ઉત્પન્ન થશે. સંસાર ભ્રમણ કરતાં-કરતાં અંતે કૂકડાના ભવમાં અન્ય દ્વારા મૃત્યુ પામી શ્રેષ્ઠીપુત્ર રૂપે જન્મશે. તે ભવમાં સંયમ આરાધના કરી પ્રથમ દેવલોકમાં દેવ રૂપે ઉત્પન્ન થઈ, ત્યાંથી ચ્યવી મહાવિદેહ ક્ષેત્રમાં મનુષ્ય જન્મ ધારણ કરશે. તે અંતિમ ભવમાં જ્ઞાન-દર્શન ચારિત્રની આરાધના કરી, મોક્ષને પ્રાપ્ત કરશે.