________________
| अध्ययन-5/नहिवर्धन
| ८९
કાપવા આદિ કાર્યો કરે છે, તેથી હે દેવાનુપ્રિય! જ્યારે તું રાજાના અલંકાર કર્મ કરતો હો તે સમયે રાજાની ગરદનમાં અસ્તરો ખુંચાડી દેજે. આ રીતે જો રાજાનો વધ થઈ જાય તો હું તને અર્ધ રાજ્ય આપી દઈશ. ત્યાર પછી તું અમારી સાથે ઉત્તમ કામભોગોને ભોગવતાં આનંદપૂર્વક સમય વ્યતીત કરજે. ત્યારે ચિત્ર નામના હજામે કુમાર નંદિવર્ધનની ઉક્ત વાતનો સ્વીકાર કરી લીધો.
षड्यंत्रनी निष्ाता :| १२ तए णं तस्स चित्तस्स अलंकारियस्स इमेयारूवे अज्झथिए जाव समुप्पज्जित्था जइ णं मम सिरिदामे राया एयमटुं आगमेइ, तए णं मम ण णज्जइ केणइ असुभेणं कुमारेणं मारिस्सइ त्ति कटु भीए जाव जेणेव सिरिदामे राया तेणेव उवागच्छइ, उवागच्छित्ता सिरिदाम रायं रहस्सियगं करयलपरिग्गहियं सिरसावत्तं मत्थए अंजलि कटु एवं वयासी
एवं खलु सामी ! णदिवद्धणे कुमारे रज्जे य जाव अंतेउरे य मुच्छिए जाव अज्झोववण्णे इच्छइ तुब्भे जीवियाओ ववरोवित्ता सयमेव रज्जसिरिं कारमाणे पालेमाणे विहरित्तए ।।
तए णं से सिरिदामे राया चित्तस्स अलंकारियस्स एयमटुं सोच्चा णिसम्म आसुरुत्ते जाव णंदिसेणं कुमारं पुरिसेहिं गिण्हावेइ, गिण्हावित्ता ए एणं विहाणेणं वज्झं आणवेइ ।।
तं एवं खलु गोयमा ! णंदिवद्धणे कुमारे पुरापोराणाणं जाव कम्माणं पावगं फलवित्तिविसेसं पच्चणुभवमाणे विहरइ । ભાવાર્થ : પરંતુ થોડા સમય પછી તેના મનમાં એ વિચાર આવ્યો કે જો કોઈ પણ રીતે આ વાતની જાણ શ્રીદામ રાજાને મળી જાય તો ન જાણે તે મને કેવા કમોતથી મારે? આ વિચાર આવતાં જ તે ભયભીત થઈ ગયો અને એકાંતમાં ગુપ્ત રીતે જ્યાં શ્રીદામ રાજા હતા ત્યાં આવ્યો. એકાંતમાં બંને હાથ જોડીને મસ્તક પર અંજલિ કરીને વિનયપૂર્વક આ પ્રમાણે બોલ્યો
હે સ્વામી ! ખરેખર, નંદિવર્ધનકુમાર રાજ્યમાં અને અંતઃપુરમાં મૂચ્છિત થાવ તલ્લીન થઈને આપનો વધ કરીને પોતે જ રાજ્યલક્ષ્મી ભોગવવા ઈચ્છે છે.
શ્રીદામ રાજાએ ચિત્ર નામના હજામ પાસેથી આ વાતને સાંભળીને તેના પર વિચાર કર્યો અને અત્યંત ક્રોધમાં આવીને નંદિવર્ધનને પોતાના અનુચરો દ્વારા પકડાવીને આ પ્રમાણે (પૂર્વોક્ત વિધિથી) મારવાનો આદેશ આપ્યો.