________________
| ८८ |
શ્રી વિપાક સૂત્ર
तए णं से णंदिवद्धणे कुमारे रज्जे य जाव अंतेउरे य मुच्छिए इच्छइ सिरिदामं रायं जीवियाओ ववरोवेत्ता, सयमेव रज्जसिरिं कारेमाणे पालेमाणे विहरित्तए । तए णं से णंदिवद्धणे कुमारे सिरिदामस्स रण्णो बहूणि अंतराणि य छिद्दाणि य विरहाणि य (विवराणि) य पडिजागरमाणे विहरइ । ભાવાર્થ : ત્યાર પછી દુર્યોધન જેલરનો જીવ નરકભૂમિમાંથી નીકળીને એ જ મથુરાનગરીમાં શ્રીદામ રાજાની બંધુશ્રી રાણીની કુક્ષિમાં પુત્ર રૂપે ઉત્પન્ન થયો. ત્યાર પછી લગભગ નવ માસ પરિપૂર્ણ થવા પર બંધુશ્રીએ બાળકને જન્મ આપ્યો. બારમે દિવસે માતાપિતાએ તે બાળકનું નામ "નંદિવર્ધન" રાખ્યું.
ત્યાર પછી પાંચ ધાવમાતાઓ દ્વારા સંરક્ષિત તે નંદિવર્ધનકુમાર મોટો થવા લાગ્યો. જ્યારે તે બાલ્યાવસ્થાને છોડી વિજ્ઞાનપ્રાપ્ત યુવાવસ્થાને પ્રાપ્ત થયો ત્યારે તે યુવરાજ બન્યો.
ત્યાર પછી રાજ્ય અને અંતઃપુરમાં અત્યંત આસક્ત એવો તે નંદિવર્ધનકુમાર શ્રીદામ રાજાને મારી તેના સ્થાને પોતે આવીને રાજ્ય લક્ષ્મીને ભોગવવાની અને પ્રજાનું પાલન કરવાની ઈચ્છા કરવા લાગ્યો. તે માટે નંદિવર્ધન શ્રીદામ રાજાના અનેક અંતર-અવસર, છિદ્ર–જે સમયે પારિવારિક વ્યક્તિ ન હોય અને વિરહ-કોઈ પણ પાસે ન હોય, રાજા એકલા જ હોય, એવા અવસરની પ્રતીક્ષા કરવા લાગ્યો.
पितृपधनो संप :| ११ तए णं से णंदिवद्धणे कुमारे सिरिदामस्स रण्णो अंतरं अलभमाणे अण्णया कयाइ चित्तं अलंकारियं सद्दावेइ, सद्दावेत्ता एवं वयासी- तुम्हे णं देवाणुप्पिया ! सिरिदामस्स रण्णो सव्वट्ठाणेसु य सव्वभूमिया य अंतेउरे य दिण्णवियारे सिरिदामस्स रण्णो अभिक्खणं अभिक्खणं अलंकारियं कम्मं करेमाणे विहरसि । तं णं तुम देवाणुप्पिया ! सिरिदामस्स रण्णो अलंकारियं कम्मं करेमाणे गीवाए खुर णिवेसेहि ।
तो णं अहं तुम्हें अद्धरज्जयं करिस्सामि । तुम अम्हेहिं सद्धिं उरालाई भोगभोगाई भुंजमाणे विहरिस्ससि ।
तए णं से चित्ते अलंकारिए णंदिवद्धणस्स कुमारस्स एयमटुं पडिसुणेइ ।
ભાવાર્થ : ત્યાર પછી તે શ્રીદામ રાજાના વધનો પ્રસંગ પ્રાપ્ત ન થવાથી કુમાર નંદિવર્ધને એક વાર ચિત્ર નામના હજામને બોલાવીને કહ્યું- હે દેવાનુપ્રિય! તું શ્રીદામ રાજાના સર્વ સ્થાનો, સર્વ ભૂમિકાઓ જાણે છે તથા અંતઃપુરમાં સર્વત્ર સ્વેચ્છાપૂર્વક આવ-જા કરી શકે છે અને શ્રીદામ રાજાનું વારંવાર અલંકારકર્મ(વાળ