________________
| અધ્યયન-Sાનદિવર્ધન
[ ૯૭ |
કેટલાકના હાથો અને પગો ચામડાના દોરડાઓ યાવતું સૂત્તરની રસ્સીઓથી બંધાવતો હતો, બંધાવીને કૂવામાં ઊંધા લટકાવતો હતો, લટકાવીને ગોથાં ખવડાવતો હતો, કેટલાકનું અસિપત્ર યાવત્ કદંબરચીર પત્રોથી છેદન કરાવતો હતો અને તેના પર ક્ષારયુક્ત તેલનું માલિશ કરાવતો હતો, કેટલાકના મસ્તકમાં, ગળામાં, કોણીઓમાં, ગોઠણોમાં, સંધિસ્થાનોમાં લોઢાના ખીલાઓ તથા વાંસની સળીઓ ઠોકાવતો હતો તથા વીંછીના કાંટાને શરીરમાં પ્રવેશ કરાવતો હતો.
કેટલાકની હાથની આંગળીઓ અને પગની આંગળીઓમાં મુદુગરો દ્વારા સોયો અને ડૂભાણાઓ(ડામ દેવાનું શસ્ત્ર વિશેષ)નો પ્રવેશ કરાવતો હતો અને ભૂમિ ખોદાવતો હતો.
કેટલાકના શરીરને શસ્ત્રો યાવતુ નેહરણો(નખ કાપવાના શસ્ત્ર)થી છોલાવતો હતો અને તેઓના શરીર ઉપર મૂળસહિત કુશાઓ, મૂળ રહિત કુશાઓ(દર્ભ) તથા ભીના ચામડા વીંટીને તડકામાં ઊભા રાખીને તે સુકાઈ જાય ત્યારે ઉત્પાદન કરાવતો હતો અર્થાતુ ચામડી સહિત તેને કઢાવતો હતો.
દુષ્ટ આચરણનું દુષ્પરિણામ :| ९ तए णं से दुज्जोहणे चारगपालए एयकम्मे एयप्पहाणे एयविज्जे ए यसमायारे सुबहु पावकम्मं समज्जिणित्ता एगतीसं वाससयाई परमाउयं पालइत्ता कालमासे कालं किच्चा छट्ठीए पुढवीए उक्कोसेणं बावीससागरोवम ट्ठिइएसु णेरइएसु णेरइयत्ताए उवण्णे । ભાવાર્થ : આ રીતે તે દુર્યોધન નામનો જેલર આવી નિર્દયતાપૂર્ણ પ્રવૃત્તિઓને જ પોતાનું કાર્ચ સમજીને તેને જ પ્રાધાન્ય આપતો હતો. એ પ્રવૃત્તિઓને પોતાનું જ્ઞાન અને સર્વોત્તમ આચરણ બનાવતો અત્યંત પાપકર્મોનું ઉપાર્જન કરીને ૩૧૦૦ વર્ષના પરમ આયુષ્યને ભોગવીને મૃત્યુના સમયે મૃત્યુ પામી છઠ્ઠી નરકભૂમિમાં ઉત્કૃષ્ટ ર૦ સાગરોપમની સ્થિતિએ નારકીરૂપે ઉત્પન્ન થયો. નંદિવર્ધનનો વર્તમાન ભવ :| १० से णं तओ अणंतरं उव्वट्टित्ता इहेव महुराए णगरीए सिरिदामस्स रण्णो बंधुसिरीए देवीए कुंच्छिसि पुत्तत्ताए उववण्णे । तए णं बंधुसिरी णवण्हं मासाणं बहुपडिपुण्णाणं जावदारगं पयाया। तए णं तस्स दारगस्स अम्मापियरो णिव्वत्ते बारसाहे इमं एयारूवं णामधेज्जं करेंति-होउ णं अम्हं दारगे णदिवद्धणे णामेणं ।
तए णं से णदिवद्धणे कुमारे पंचधाईपरिवुडे जाव परिवड्डइ । तए णं से णंदिवद्धणे कुमारे उम्मुक्कबालभावे विण्णायपरिणयमेत्ते जोव्वणगमणुप्पत्ते विहरइ जाव जुवराया जाए यावि होत्था ।