________________
શ્રી વિપાકે સૂત્ર
य जाव वायरासीहि य हणावेइ ।
अप्पेगइए उत्ताणए कारवेइ, कारेत्ता उरे सिलं दलावेइ, तओ लउड छुहावेइ, छुहावित्ता पुरिसेहिं उक्कंपावेइ । अप्पेगइए तंतीहि य जाव सुत्तरज्जुहि य हत्थेसु पाएसु य बंधावेइ, अगडंसि ओचूलयालगं पज्जेइ, अप्पेगइए असिपत्तेहि य जाव कलंबचीरपत्तेहि य पच्छावेइ, पच्छावेत्ता खारतेल्लेणं अभिगावेइ ।।
अप्पेगइए णिडालेसु य अवदूसु य कोप्परेसु य जाणुसु य खलुएसु य लोहकीलए य कडसक्कराओ य दवावेइ, अलिए भंजावेइ । ____ अप्पेगइए सूईओ कुंभणाणि य हत्थंगुलियासु य पायंगुलियासु य कोट्टिल्लएहि य आउडावेइ, आउडावेत्ता भूमिं कंडूयावेइ ।
अप्पेगइए सत्थेहि य जाव णहच्छेयणेहि य अंग पच्छावेइ, दब्भेहि य कुसेहि य ओल्लवद्धेहि य वेढावेइ, वेढावेत्ता आयवंसि दलयइ, दलइत्ता सुक्के समाणे चडचडस्स उप्पावेइ ।
ભાવાર્થ : ત્યાર પછી તે દુર્યોધન નામનો જેલર સિંહરથ રાજાના અનેક ચોરોને, પરસ્ત્રીલંપટોને, ખિસ્સા- કાતરુઓને, રાજાના દુશ્મનોને, ઋણધારક–દેણું પાછું નહીં આપનારાઓને, બાળઘાતકોને, વિશ્વાસઘાતીઓને, જુગારીઓને, ધૂર્ત પુરુષોને, રાજપુરુષો દ્વારા પકડાવીને, ઊંધે માથે પાડીને લોખંડના દંડથી મુખ ખોલાવીને કેટલાકને તપાવેલું તાંબુ પીવડાવે, કેટલાકને જસત, સીસુ, ચૂર્ણાદિ મિશ્રિત જળ અથવા છમ્ છમ્ શબ્દ કરતું (ઊકળતું) અતિ ઉષ્ણ જળ અને ક્ષારયુક્ત તેલ પીવડાવતો હતો અને કેટલાકને તેનાથી નવડાવતો હતો.
કેટલાકને ઊંધે માથે પાડીને ઘોડાનું, હાથીનું વાવ, ઘેટાનું મૂત્ર પીવડાવતો હતો. કેટલાકને ઊંધે માથે પાડીને ખૂબ ઊલટી કરાવીને પીડા આપતો હતો.
કેટલાકને હાથકડીઓથી, પગના ગાઢ બંધનોથી–પગની બેડીઓથી અને કેટલાકને ખીલા સાથે બાંધતો હતો. કેટલાકના શરીરને સંકોચતો હતો, કેટલાકના શરીરને મરડતો હતો, કેટલાકને સાંકળોથી બાંધતો હતો, કેટલાકના હાથ કાપતો હતો યાવતુ શસ્ત્રોથી શરીરનાં અવયવોને કાપતો હતો, કેટલાકને વાંસની સોટીઓથી યાવતું વૃક્ષની છાલની ચાબુકોથી મરાવતો હતો.
કેટલાકને ઊંધે માથે પાડીને તેની છાતી પર શિલા અને લાકડાં રાખીને રાજપુરુષો દ્વારા તે શિલા તથા લાકડાનું હલાવતો હતો તેથી હાડકાં તૂટી જતા હતા.