________________
શ્રી વિપાક સૂત્ર
હે ગૌતમ ! નંદિવર્ધન પુત્ર આ રીતે પોતે કરેલાં અશુભ પાપમય કર્મોનું ફળ ભોગવી રહ્યો છે.
નંદિવર્ધનનું ભવિષ્ય અને ભવભ્રમણ :
१३ दिवद्धणे णं भंते ! कुमारे इओ चुए कालमासे कालं किच्चा कहिं गच्छिहिइ ? कहिं उववज्जिहिइ ?
૧૦૦
गोयमा ! णंदिवद्धणे कुमारे सट्ठिवासाइं परमाउयं पालइत्ता कालमासे कालं किच्चा इमीसे रयणप्पभाए पुढवीए जाव संसारो तहेव ।
तओ हत्थणाउरे णयरे मच्छत्ताए उववज्जिहिइ । से णं तत्थ मच्छिए हिं वहिए समाणे तत्थेव सेट्ठिकुले पुत्तत्ताए पच्चायाहिइ । बोहिं, सोहम्मे कप्पे, महा विदेहेवासे सिज्झिहिइ जाव सव्वदुक्खाणमंतं करेहिइ | णिक्खेवो जहा पढमस्स ।
ભાવાર્થ : ગૌતમ સ્વામીએ ભગવાનને પૂછ્યું– હે ભગવન્ ! નંદિવર્ધનકુમાર અહીંથી મૃત્યુ સમયે મૃત્યુ પામીને ક્યાં જશે અને ક્યાં ઉત્પન્ન થશે ?
ભગવંતે કહ્યું– હે ગૌતમ ! તે નંદિવર્ધનકુમાર ૬૦ વર્ષનું પરમ આયુષ્ય ભોગવીને મૃત્યુ સમયે મૃત્યુ પામીને રત્નપ્રભા નામની નરકભૂમિમાં ઉત્પન્ન થશે. તેનું શેષ સંસાર ભ્રમણ મૃગાપુત્રના અધ્યયનની જેમ જાણી લેવું યાવત્ તે પૃથ્વીકાય આદિ બધી કાયોમાં લાખોવાર ઉત્પન્ન થશે.
ત્યાર પછી પૃથ્વીકાયમાંથી નીકળીને હસ્તિનાપુર નગરમાં મત્સ્યરૂપે ઉત્પન્ન થશે ત્યાં માછીમારો દ્વારા વધને પામીને ફરી ત્યાં જ હસ્તિનાપુર નગરમાં એક શ્રેષ્ઠીકુળમાં પુત્રરૂપે જન્મ લેશે. ત્યાં ધર્મ પ્રાપ્ત કરી સૌધર્મ કલ્પમાં ઉત્પન્ન થશે. ત્યાંથી મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ લેશે. ત્યાં ચારિત્ર ગ્રહણ કરશે ને તેનું યથાવિધિ પાલન કરીને સિદ્ધ થશે યાવત્ સર્વ દુઃખોનો અંત કરશે.
અધ્યયનનો ઉપસંહાર પ્રથમ અધ્યયનની જેમ જાણવો.
વિવેચન :
પિતા અને પુત્રનો સંબંધ અતિનિકટનો સ્નેહ સંબંધ કહેવાય છે. તેમ છતાં પૂર્વભવના અશુભ કર્મના ઉદયે પિતા–પુત્ર વચ્ચે વેરભાવ થઈ શકે છે. પ્રસ્તુત અધ્યયનમાં રાજકુમાર રાજાને મારવા ઈચ્છે છે અને તે વાતની જાણ થતાં રાજા રાજકુમારને જ દારુણ દંડ આપી મરાવી નાખે છે. એમ સાંસારિક સંબંધોની અસારતા જાણી કર્મક્ષયનો પુરુષાર્થ જ કરવો જોઈએ.
વિપાક સૂત્રની કેટલીક પ્રતોમાં આ અધ્યયનના મૂળ પાઠમાં જ 'નંદીસેણ' અને 'નંદિવર્ધન' એવા