________________
| ४२
શ્રી વિપાક સૂત્ર
४ तेणं कालेणं तेणं समएणं सामी समोसढे । परिसा णिग्गया, राया णिग्गओ जाव परिसा पडिगया ।
ભાવાર્થ : તે કાલે અને તે સમયે મથુરા નગરીમાં ભગવાન મહાવીર સ્વામી પધાર્યા. પરિષદ દર્શન કરવા નીકળી અને રાજા પણ ભગવાનના દર્શનાર્થે નગરમાંથી નીકળ્યા યાવત પરિષદ પાછી ચાલી ગઈ.
नहिवर्धननो पश्यिय :
५ तेणं कालेणं तेणं समएणं समणस्स भगवओ महावीरस्स जेटे अंतेवासी जाव रायमग्गमोगाढे तहेव हत्थी, आसे, पुरिसे पासइ । तेसिं च पुरिसाणं मज्झगयं एगं पुरिसं पासइ जाव णरणारिसंपरिवुडं । तए णं तं पुरिसं रायपुरिसा चच्चरंसि तत्तंसि अयोमयंसि समजोइभूयंसि सिंहासणंसि णिवेसावेति । तयाणंतरं च णं पुरिसाणं मज्झगयं पुरिसं बहुविह अयकलसेहिं तत्तेहिं समजोएभूएहिं, अप्पेगइया तंबभरिएहिं, अप्पेगइया तउयभरिएहिं, अप्पेगइया सीसगभरिएहिं, अप्पेगइया कलकलभरिएहिं, अप्पेगइया खारतेल्लभरिएहिं, महया महया रायाभिसेए णं अभिसिंचति । तयाणंतरं च णं तत्तं अयोमयं समजोइभूयं अयोमयसंडासएणं गहाय हारं पिणद्धति । तयाणंतरं च णं अद्धहारं पिणद्धति, तिसरियं पिणद्धति, पालंबं पिणद्धति, कडिसुत्तयं पिणद्धति, पढें पिणद्धति, मउडं पिणद्धति ।
चिंता तहेव जाव वागरेइ ।
ભાવાર્થ : તે સમયે ભગવાન મહાવીર સ્વામીના પ્રધાન શિષ્ય ગૌતમ સ્વામી ભિક્ષાર્થે ગમન કરતાં ભાવતું રાજમાર્ગમાં પધાર્યા. ત્યાં તેમણે હાથીઓ, ઘોડાઓ અને પુરુષોને જોયા તથા તે પુરુષોની વચ્ચે રહેલા યાવત્ ઘણાં નરનારીઓથી ઘેરાયેલા એક પુરુષને જોયો. રાજપુરુષોએ તે પુરુષને ઘણા રસ્તા મળતાં હોય તેવા સ્થાનમાં અગ્નિની સમાન તપેલા લોહમય સિંહાસન પર બેસાડ્યો હતો, ત્યાર પછી કોઈ રાજપુરુષ તેને અગ્નિ સમાન ગરમ લોઢાના રસથી, તાંબાના રસથી, જસતના રસથી, સીસાના રસથી છમ્ છમ્ શબ્દ કરતાં ગરમ પાણીથી અને ક્ષારયુક્ત તેલથી ભરેલા લોખંડના ઘડાઓથી તેનો મહાન રાજ્યાભિષેક જેવો અભિષેક કરતા હતા.
ત્યાર પછી તેને કોઈ લોખંડની સાણસીથી પકડીને અગ્નિની સમાન તપેલા લોખંડનો અઢારસરો હાર, નવસરો હાર, ત્રણસરો હાર, લાંબી લટકતી માળા, કંદોરો, મસ્તકના પટ્ટવસ્ત્ર–ભૂષણ વિશેષ અને કોઈ મુકુટ પહેરાવતા હતા.