________________
અધ્યયન-નંદિવર્ધન
૯
છછું અધ્યયન
નાંદિવર્ધન
અધ્યયન પ્રારંભ :3 છક્ત કરવા ભાવાર્થ : ઉલ્લેપ - છટ્ટા અધ્યયનનો પ્રારંભ પહેલા અધ્યયનની જેમ જાણવો. | २ एवं खलु जंबू ! तेणं कालेणं तेणं समएणं महुरा णाम णयरी होत्था । भंडीरे उज्जाणे । सुदंसणे जक्खे । सिरिदामे राया । बंधुसिरी भारिया । पुत्ते णदिवद्धणे कुमारे, अहीण पडिपुण्ण पचिंदियसरीरे जाव जुवराया। ભાવાર્થ : હે જંબૂ! તે કાલે અને તે સમયે મથુરા નામની નગરી હતી. ત્યાં ભંડીર નામનું એક ઉધાન હતું. તેમાં સુદર્શન નામના યક્ષનું યક્ષાયતન હતું. ત્યાં શ્રીદામ નામનો રાજા રાજ્ય કરતો હતો. તેની બંધુશ્રી નામની રાણી હતી. તેનો નંદિવર્ધન નામનો સર્વાંગસંપન, પ્રતિપૂર્ણ ઈન્દ્રિયવાળો અને સુંદર યુવરાજ પદથી અલંકૃત પુત્ર હતો. | ३ तस्स सिरिदामस्स सुबंधु णामं अमच्चे होत्था । साम-दंड-भेय उवप्पयाण णीइकुसले, सुपउत्त णयविहण्णू । तस्स णं सुबंधुस्स अमच्चस्स बहुमित्तापुत्ते णामं दारए होत्था, अहीणपडिपुण्णपंचिंदियसरीरे, वण्णओ। तस्स णं सिरिदामस्स रण्णो चित्ते णामं अलंकारिए होत्था । सिरिदामस्स रण्णो चित्ते बहुविहं अलंकारियकम्मं करेमाणे सव्वट्ठाणेसु य सव्वभूमियासु य, अंतेउरे य, दिण्णवियारे यावि होत्था ।
ભાવાર્થ : શ્રીદામ રાજાને સામ, દંડ, ભેદ અને દાનનીતિમાં નિપુણ અને અનેક પ્રયોગ વિધિ તથા નયોનો જાણકાર સુબંધુ નામનો મંત્રી હતો. તે મંત્રીનો બહુમિત્રાપુત્ર નામનો એક બાળક હતો. તે સર્વાંગસંપન્ન અને રૂપવાન હતો વગેરે વર્ણન જાણવું. શ્રીદામ રાજાને ચિત્ર નામનો હજામ હતો. તે રાજાનું અનેક પ્રકારે અલંકારિક કર્મ કરતો હતો. તે રાજાજ્ઞાથી સર્વ સ્થાનોમાં, સર્વ ભૂમિઓમાં તથા અંતઃપુરમાં પણ રોક-ટોક વિના ગમનાગમન કરતો હતો.