________________
| ૯૦ |
શ્રી વિપાક સૂત્ર
શરીરને બાંધી તડકામાં બેસાડતો, ચામડું જ્યારે સૂકાઈ જતું અને સંકોચાઈ જતું ત્યારે તેને ખોલી નાખતો.
આ પ્રકારે બહુ પાપકર્મ કરતાં-કરતાં ૩૧૦૦ વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી દુર્યોધન છઠ્ઠી નરકમાં ઉત્પન્ન થયો. ત્યાં ૨૨ સાગરોપમ સુધી દારૂણ વેદના ભોગવી નંદિવર્ધન' રૂપે જન્મ પામ્યો છે. આજે ૬૦ વર્ષનું આયુષ્ય પૂરું કરી પ્રથમ નરકમાં જશે. ઘોર દુઃખો ભોગવતાં ભવભ્રમણ કરશે. અંતે મચ્છ બની મરણ પામશે પછી શ્રેષ્ઠીપુત્ર થઈને સંયમ લેશે. ત્યાંથી પ્રથમ દેવલોકમાં ઉત્પન્ન થઈ, મહાવિદેહ ક્ષેત્રમાં મનુષ્યરૂપે ઉત્પન્ન થઈ સંયમનું પાલન કરી મોક્ષે જશે.